આજે રામ મંદિરના શિખર પર અમદાવાદમાં બનેલ 5100 કિલોના ધ્વજ દંડ પર 22 ફૂટ લાંબી ધ્વજારોહણ થશે
- 10 કારીગરોએ 25 દિવસમાં કરી તૈયાર અમદાવાદ,25 નવેમ્બર (હિ.સ.) આજે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના શિખર પર અમદાવાદમાં બનેલ 5100 કિલોના ધ્વજ દંડ પર 22 ફૂટ લાંબી ધ્વજારોહણ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રથમવાર 191 ફૂટ ઉંચા મુખ્ય શિખર પર ધ્વજારોહણ
આજે રામ મંદિરના શિખર પર અમદાવાદમાં બનેલ 5100 કિલોના ધ્વજ દંડ પર 22 ફૂટ લાંબી ધ્વજારોહણ થશે


આજે રામ મંદિરના શિખર પર અમદાવાદમાં બનેલ 5100 કિલોના ધ્વજ દંડ પર 22 ફૂટ લાંબી ધ્વજારોહણ થશે


- 10 કારીગરોએ 25 દિવસમાં કરી તૈયાર

અમદાવાદ,25 નવેમ્બર (હિ.સ.) આજે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના શિખર પર અમદાવાદમાં બનેલ 5100 કિલોના ધ્વજ દંડ પર 22 ફૂટ લાંબી ધ્વજારોહણ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રથમવાર 191 ફૂટ ઉંચા મુખ્ય શિખર પર ધ્વજારોહણ થશે. આ ધજા અમદાવાદમાં બનાવવામાં આવી છે. 11 ફૂટ પહોળી અને 22 ફૂટ લાંબી ધજા બનાવવાનું કામ શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્કસ દ્વારા કરવામાં આવ્યું છે. આ ધજા તૈયાર કરવા માટે રામ મંદિર ટ્રસ્ટ તરફથી જ કેવા પ્રકારની ધજા બનાવવાની છે તેની ડિઝાઇન આપવામાં આવી હતી. ત્યાર બાદ 10 કારીગરોએ 25 દિવસમાં તૈયાર કરી દીધી છે.

ધજાની બંને બાજુ રામ ભગવાનના પ્રતીક એવા કલ્પવૃક્ષ, સૂર્યનારાયણ ભગવાન અને ઓમ બનાવવામાં આવ્યા છે. ધજા માટે થ્રી-લેયર મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે ગર્વની એ પણ વાત છે કે ધજા બનાવનાર પરિવારને રામ મંદિરમાં યજમાન તરીકે પ્રતિષ્ઠામાં બેસાડવામાં આવ્યા છે.

શ્રી અંબિકા એન્જિનિયરિંગને માત્ર ધજા જ નહીં. પરંતુ અગાઉ રામ મંદિર માટે અનેક વસ્તુઓ બનાવવા માટેનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. રામ મંદિર માટે ધ્વજ દંડ પણ અમદાવાદમાં જ તૈયાર કરવામાં આવ્યો છે. જેની સાઈઝ 42 ફૂટ અને 5100 કિલો વજન છે. તે પણ અમદાવાદમાં તૈયાર કરીને અયોધ્યા મોકલવામાં આવ્યો છે. તેની સાથે સાથે રામ મંદિરમાં દાનપેટી, હૂંડી ભંડાર, ભગવાનના આભૂષણ મૂકવા માટે પિત્તળના કબાટ આ તમામ વસ્તુ તૈયાર કરી છે.

રામ મંદિર માટે ધજા બનાવનાર શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્કસના માલિકએ જણાવ્યું હતું કે, આ ધજામાં રેશ્મી સાટીન અને ઉપર રામ ભગવાનના પ્રતીક રાખવામાં આવ્યા છે. જેમાં કલ્પવૃક્ષ, સૂર્યનારાયણ ભગવાન અને ૐ ધ્વજની બંને સાઇડ તૈયાર કરવામાં આવ્યા છે. ધજા બનાવવા માટે 8થી 10 કારીગરોએ 25 જેટલા દિવસ લાગ્યા હતા. ધ્વજા માટેનો ઓર્ડર ટ્રસ્ટ તરફથી મળ્યો હતો. ધ્વજ દંડ પણ અને આજુબાજુના પરકોટા ધ્વજદંડ 6 નંગ પણ અમે બનાવીને મોકલ્યા છે. દાનપેટી, હૂંડી ભંડાર, ભગવાનના આભૂષણ મૂકવા માટે પિત્તળની કબાટ, દરવાજાના હાર્ડવેર, મંદિરના કડા સહિતની તમામ વસ્તુઓ અમદાવાદમાં બનાવીને મોકલવામાં આવી છે.

આ ઐતિહાસિક કાર્યક્રમ માટેનું 'અભિજિતનું સૂક્ષ્મ મૂહુર્ત' ગુજરાતના 22 વર્ષીય યુવા જ્યોતિષી વિશ્વ વોરાએ નક્કી કર્યું છે, જે માત્ર 12 મિનિટનો છે અને ધ્વજારોહણ વિધિ માટે અત્યંત શુભ માનવામાં આવે છે. ​​​​​​​જ્યોતિષાચાર્ય વિશ્વ વોરાના જણાવ્યા અનુસાર, અયોધ્યા રામ મંદિરના મુખ્ય શિખર પર 25 નવેમ્બર 2025ના રોજ થનાર ભવ્યાતિભવ્ય ધ્વજારોહણની વિધિ 22 જાન્યુઆરી, 2024ના રોજ થયેલી ભગવાન રામ લલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠાના સમગ્ર અનુષ્ઠાનની પૂર્ણાહુતિનું પ્રતીક છે. જેમાં પારંપરિક યજ્ઞ વિધિ સહિત ધજાનું પૂજન થશે. રામ મંદિરના શિખર પર લહેરાનારી ધજા શૌર્યનું પ્રતીક એવા કેસરિયા રંગની હશે, જેના પર ઓમ સહિતના શાસ્ત્રોક્ત ચિન્હો અંકિત કરેલા હશે, અને તેને પેરાશૂટ ફેબ્રિકમાંથી તૈયાર કરાઈ છે, જેથી તે સતત ચારેય દિશામાં લહેરાતી રહે. આ શુભ મૂહુર્તમાં મંત્રો અને પારંપરિક વિધાનો સાથે ધ્વજારોહણ થવાથી મંદિરના નિર્માણની પવિત્રતા અને ભવ્યતાની પૂર્ણાહુતિ થશે.

આ દિવસે માગશર સુદ પાંચમ અને મંગળવારનો શુભ સંયોગ છે, જેને પ્રાચીન શાસ્ત્રોમાં ભગવાન શ્રીરામ અને માતા સીતાના વિવાહ દિવસ, એટલે કે વિવાહ પંચમી તરીકે વર્ણવ્યો છે, જે ધ્વજારોહણ માટે અત્યંત શુભ અવસર છે. આ દિવસે ગ્રહોની સ્થિતિ પણ ખૂબ અનુકૂળ છે, જેમાં ધ્વજારોહણની વિધિ મધ્યાહ્નનું શ્રેષ્ઠ અને લાભદાયક અભિજિત મૂહુર્ત (બપોરે 11:31 થી 12:13)ની અંદર સૂક્ષ્મ રીતે 12 મિનિટના નવમાંશના લગ્નમાં સંપન્ન થશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande