અમદાવાદ થી ઇન્દોર માટે, વધુ એક ડોમેસ્ટિક સ્ટાર એરની પહેલી ફ્લાઇટનો શુભારંભ
- વધતા એર ટ્રાફિકને લઈને નવી કનેક્ટિવિટી, બંને શહેરો વચ્ચેના મુસાફરો માટે ફાયદાકારક અમદાવાદ,3 નવેમ્બર (હિ.સ.) દિવસે દિવસે દેશભરમાં એર ત્રતફીક ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઈન્દોર માટે સ્ટ
અમદાવાદ થી ઇન્દોર માટે વધુ એક ડોમેસ્ટિક સ્ટાર એરની પહેલી ફ્લાઇટનો શુભારંભ


- વધતા એર ટ્રાફિકને લઈને નવી કનેક્ટિવિટી, બંને શહેરો વચ્ચેના મુસાફરો માટે ફાયદાકારક

અમદાવાદ,3 નવેમ્બર (હિ.સ.) દિવસે દિવસે દેશભરમાં એર ત્રતફીક ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઈન્દોર માટે સ્ટાર એરની વધારાની ડાયરેક્ટ ફ્લાઇટનું આજે સત્તાવાર લોન્ચિંગ થયું છે.અમદાવાદ એરપોર્ટથી શરૂ થયેલી આ નવી સેવા સાથે હવે મુસાફરોને ઈન્દોર પહોંચવા માટે વધુ એક સુવિધાજનક વિકલ્પ ઉપલબ્ધ થયો છે. એરલાઇનના જણાવ્યા મુજબ વધતી મુસાફરીની માંગને ધ્યાનમાં રાખીને આ નવી કનેક્ટિવિટી શરૂ કરવામાં આવી છે.

આ પ્રસંગે એરપોર્ટ પર વિશેષ સમારોહ યોજાયો જેમાં દીપ પ્રાગટ્ય, કેક કટિંગ અને પ્રથમ બોર્ડિંગ પાસ સોંપવાની કામગીરી કરવામાં આવી હતી. એરપોર્ટ અધિકારીઓ, સ્ટાર એર મેનેજમેન્ટ અને મુસાફરોની હાજરીમાં આ કાર્યક્રમ ઉજવાયો હતો. પ્રથમ ફ્લાઇટને શુભેચ્છાઓ સાથે વિદાય આપવામાં આવી હતી. આ નવી કનેક્શન મુસાફરો માટે સમય અને સુવિધાની દ્રષ્ટિએ ખૂબ ફાયદાકારક સાબિત થશે.

નવી ફ્લાઇટ સેવા મુસાફરો માટે સમય બચત અને સારી કનેક્ટિવિટીનો લાભ આપશે. બિઝનેસ ટ્રાવેલર્સ અને પર્યટકો માટે આ નવી સુવિધા ખૂબ ઉપયોગી બનશે અને બંને શહેરો વચ્ચેની વાહનવ્યવહાર સુવિધાને વધુ મજબૂત બનાવશે. સ્ટાર એર દ્વારા શહેરો વચ્ચેની હવાઈ સેવાઓનું વિસ્તરણ કરતા મુસાફરોને વધુ આરામદાયક અને ઝડપી મુસાફરીનો અનુભવ મળશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande