ભરૂચ એલસીબીએ અંકલેશ્વર જીઆઈડીસીની હરિહર કેમિકલ ટ્રેડિંગમાંથી 23.68 લાખનું કેમિકલ ઝડપી પાડ્યું
માલિક કિશોર પટેલે અનઅધિકૃત જથ્થો જ્વલનશીલ કેમિકલ અસુરક્ષિત રીતે સંગ્રહ કર્યો હતો ભરૂચ, 03 નવેમ્બર (હિ.સ.) : અંક્લેશ્વર જીઆઇડીસીમાં આવેલ હરીહર કેમિકલ્સ ટ્રેડીંગના ગોડાઉનમાં જ્વલનશીલ કેમિકલનો અનઅધિકૃત જથ્થો અસુરક્ષિત રીતે સંગ્રહ કરનાર ગોડાઉન માલિકને
ભરૂચ એલસીબીએ અંકલેશ્વર જીઆઈડીસીની હરિહર કેમિકલ ટ્રેડિંગમાંથી 23.68 લાખનું કેમિકલ ઝડપી પાડ્યું


ભરૂચ એલસીબીએ અંકલેશ્વર જીઆઈડીસીની હરિહર કેમિકલ ટ્રેડિંગમાંથી 23.68 લાખનું કેમિકલ ઝડપી પાડ્યું


માલિક કિશોર પટેલે અનઅધિકૃત જથ્થો જ્વલનશીલ કેમિકલ અસુરક્ષિત રીતે સંગ્રહ કર્યો હતો

ભરૂચ, 03 નવેમ્બર (હિ.સ.) : અંક્લેશ્વર જીઆઇડીસીમાં આવેલ હરીહર કેમિકલ્સ ટ્રેડીંગના ગોડાઉનમાં જ્વલનશીલ કેમિકલનો અનઅધિકૃત જથ્થો અસુરક્ષિત રીતે સંગ્રહ કરનાર ગોડાઉન માલિકને ભરૂચ એલસીબીએ ઝડપી 23.68 લાખનો મુદ્દામાલ સાથે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સહિતા મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ભરૂચ જિલ્લામાં આવેલ તમામ ગુજરાત ઔધોગિક વિકાસ નિગમમાં વિવિધ કંપનીઓ દ્વારા મટીરીયલ અને પ્રોડક્ટ વિગેરેના ઉપયોગ માટે વાહનોમાં અલગ અલગ કેમીકલ્સની આયાત-નિકાસ કરી તેનો સંગ્રહ કરવામાં આવે છે. આ કેમીકલ્સ અત્યંત જ્વલનશીલ અને જોખમી હોય છે. જેના પગલે જિલ્લાની તમામ જીઆઈડીસીમાં આવેલ કંપનીઓમાં કેમિકલની ચોરી, હેરાફેરી તેમજ અગ્નિશામકના સાધનો રહીત અનઅધિકૃત કેમીકલ્સના સંગ્રહ કરવામાં આવે છે જેને લઈ અવારનવાર બ્લાસ્ટ પણ થાય છે.

એલસીબી પીઆઇ એમ.બી.વાળાએ તેની ટીમ બનાવી હતી.જેમાં ડી.એ.તુવર પીએસઆઈએ જીઆઇડીસીમાં તેમજ હાઇવે ઉપર પેટ્રોલિંગ હાથ ધર્યું હતુ તે અરસામાં અંક્લેશ્વર જીઆઇડીસીમાં પારસ ચોકડી પાસે આવેલ હરીહર કેમિકલ્સ ટ્રેડીંગના ગોડાઉનમાં જવલનશીલ કેમિકલ્સનો અનઅધિકૃત જથ્થો અસુરક્ષિત અને ભયજનક રીતે સંગ્રહ કરી રાખેલ છે.આ જથ્થો એક ટેન્કરમાંથી બેરલો ભરી ગોડાઉનમાં સ્ટોર કરવાની પ્રવૃત્તિ ચાલી રહી છે.આ બાતમીના આધારે રેઈડ કરી જવલનશીલ કેમિકલ્સનો અનઅધિકૃત જથ્થો બીજાની જીંદગી જોખમાય તેમ ભયજનક રીતે બેરલમાં ભરી બેદરકારી ભર્યું ક્રુત્ય કરી કોઇ પણ પ્રકારના અગ્નિશામક સાધન-સામગ્રી વગર સંગ્રહ કરેલ કેમીકલનો જથ્થો બેન્ઝાઇલડીહાઇડ કેમીકલ ભરેલ બ્લ્યુ કલરના બેરલ 80 કૂલ કેમીકલ લીટર 17600 જેની કિંમત 22 લાખ અને EDC (ઇથીનીલ ડાય ક્લોરાઇડ) કેમીકલ ભરેલ બ્લ્યુ કલરના બેરલ 45 જેમાં કેમીકલ 9900 લીટર જેની કિંમત 1.68 લાખ મળી કુલ 23.68 લાખના મુદ્દામાલ સાથે કીશોર ઉર્ફે અલ્પેશ નાગજીભાઇ પટેલ રહે. મ.નં. 14 પ્રયોશા હોમ્સ, ગોલ્ડન પોઇન્ટ સામે, જીઆઇડીસી અંકલેશ્વરની ધરપકડ કરવામાં આવી હતી.

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ મુજબ ભારતીય ન્યાય સંહીતા 2023 ની કલમ-287, 125 મુજબ ગુનો દાખલ કરાયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande