એલસીબીએ ઝઘડિયા નુંબર્ગ કંપનીમાં એસએસની ફ્લેન્ચની ચોરીના ત્રણ ગુનેગારોને ઝડપી લીધા
ત્રણ ઝડપાયા હજુ 8 તસ્કરો વોન્ટેડ છે મુદ્દામાલ કબજે કરવાનો બાકી છે ભરૂચ, 03 નવેમ્બર (હિ.સ.) : ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ નુંબર્ગ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપનીમાં આશરે બે મહિના પહેલા એસએસની ફ્લેન્ચની મોટાપાયે ચારેક વખત ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતા તેમાંથી
એલસીબીએ ઝઘડિયા નુંબર્ગ કંપનીમાં એસએસની ફ્લેન્ચની ચોરીના ત્રણ ગુનેગારોને ઝડપી લીધા


એલસીબીએ ઝઘડિયા નુંબર્ગ કંપનીમાં એસએસની ફ્લેન્ચની ચોરીના ત્રણ ગુનેગારોને ઝડપી લીધા


ત્રણ ઝડપાયા હજુ 8 તસ્કરો વોન્ટેડ છે મુદ્દામાલ કબજે કરવાનો બાકી છે

ભરૂચ, 03 નવેમ્બર (હિ.સ.) : ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ નુંબર્ગ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપનીમાં આશરે બે મહિના પહેલા એસએસની ફ્લેન્ચની મોટાપાયે ચારેક વખત ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતા તેમાંથી બે કરારવેલના અને એક અંકલેશ્વરના ચોર ઇસમને ઝડપી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચએ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સોંપ્યા હતા.

ઝઘડીયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બે મહિના પહેલા બી.એન.એસ. કલમ- 303(2), 329(2) મુજબના ગુનામાં નવાગામ કરારવેલ ગામનો અગાઉ ચોરીમાં ગુનામાં પકડાયેલ જયેશ એસ વસાવા સંડોવાયેલ છે જે હાલમાં નવાગામ કરારવેલ બસ સ્ટેન્ડ પાસે ઉભો છે જેને શરીરે ભુરા કલરનો શર્ટ તથા કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે” આ બાતમીના આધારે નવાગામ કરારવેલ બસ સ્ટેશન ખાતે તપાસ કરતા મળી આવ્યો હતો તેને ચોરી બાબતે પ્રાથમિક પુછપરછ કરતા ગોળગોળ જવાબ આપતો હતો એટલે તેને વધુ પુછપરછ માટે અંક્લેશ્વર એલસીબી ઓફીસ ખાતે લાવી ઉંડાણપુર્વક પુછપરછ કરતા કબુલાત કરેલ કે આશરે બે મહીના પહેલા હું તથા મારા મિત્રો રોહીત, પંકજ, અરૂણ, જયેશ, જીગ્નેશ અને યોગેશ સાથે ઝઘડીયા જી.આઈ.ડી.સી.માં આવેલ નુંબર્ગ ઈન્ડસ્ટ્રિઝ લીમીટેડ કંપનીમાંથી ચાર-પાંચ વખત ચોરી કરવા ગયેલ અને ત્યાં કંપનીમાંથી એસ.એસ.ની ફ્લેન્જ મટીરીયલ ચોરી કરી લાવેલા હતા.આ ચોરીનો માલ ભંગારનો ધંધો કરતા સદ્દામ ખાનને આપેલ હતો. જેથી તેને સાથે રાખી ચોરીનો માલ લેનાર સદ્દામખાન નેક્ષેખાન અને રમેશ ચંપાલાલ જૈનને ઝડપી પાડી તેમજ આ ચોરીમાં સંડોવાયેલ અન્ય આઠ ચોરીને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ ભારતીય નાગરીક

સુરક્ષા સંહીતા 2023 ની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે અંક્લેશ્વર શહેર “બી” ડીવીઝન પો.સ્ટે. ખાતે સોંપી, ઝઘડીયા જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ હતી.

પકડાયેલ આરોપી (1) જયેશ સુરેશ વસાવા ઉ.વ.28 રહે. નવાગામ કરારવેલ(2) સદ્દામખાન નેક્ષેખાન રહે, નવાગામ કરારવેલ ભંગારની દુકાનમાં તા.અંકલેશ્વર જી ભરૂચ (3) રમેશ ચંપાલાલ જૈન રહે, આનંદ વિહાર સોસાયટી સરદાર પાર્ક જીઆઇડીસી અંક્લેશ્વર ભંગારમાં એસ એસ ફ્લાંચ લેનારને ઝડપી (1) રોહીત (2) પંકજ (3) અરૂણ (4) જયેશ (5) જીગ્નેશ (6) યોગેશ (7) મોહમદ સમી રહે, અંક્લેશ્વર ચોરીનો માલ લેનાર અને (8) દેવા રહે અમદાવાદ ચોરીનો માલ લેનારને ફરાર જાહેર કરી પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

આ કામગીરી કરનાર ટીમ ભરૂચ એલસીબીની ટીમ આર.કે.ટોરાણી પીએસઆઈ સંજય, મનહરસિંહ, દિપક, નીતા, નિમેષ, ધૃવિન હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande