મહિલા વુમન્સ વન-ડે કપમાં ભારતની શાનદાર જીતનો અમદાવાદ, સુરત,વડોદરા સહિતના શહેરોમાં જશ્નનો માહોલ
- રાત્રે લોકો તિરંગા સાથે રોડ પર ઉતર્યા, બાઈક રેલી-ફડાકડા ફોડી આતશબાજી અમદાવાદ,3 નવેમ્બર (હિ.સ.) મહિલા ક્રિકેટ ટીમને એક નવી ચેમ્પિયન ટીમ મળી છે, જેના માટે 25 વર્ષ રાહ જોવી પડી છે. ભારતીય મહિલા ટીમ વર્લ્ડ ચેમ્પિયન બનતા જ BCCIએ તિજોરી ખોલી છે. હરમન
મહિલા વુમન્સ વન-ડે કપમાં ભારતની શાનદાર જીતનો અમદાવાદ, સુરત,વડોદરા સહિતના શહેરોમાં જશ્નનો માહોલ


- રાત્રે લોકો તિરંગા સાથે રોડ પર ઉતર્યા, બાઈક રેલી-ફડાકડા ફોડી આતશબાજી

અમદાવાદ,3 નવેમ્બર (હિ.સ.) મહિલા ક્રિકેટ ટીમને એક નવી ચેમ્પિયન ટીમ મળી છે, જેના માટે 25 વર્ષ રાહ જોવી પડી છે. ભારતીય મહિલા ટીમ વર્લ્ડ ચેમ્પિયન બનતા જ BCCIએ તિજોરી ખોલી છે. હરમનપ્રીત કૌરની ટીમ ચેમ્પિયન બનતા જ તેના પર રૂપિયાનો વરસાદ થયો હતો, જોકે, BCCIએ ટીમની ખુશી બમણી કરી દીધી છે, ટીમનો વિજય થતાંની સાથે જ કરોડો રૂપિયાના મોટા ઈનામની જાહેર કરી દીધી છે. આમ, મહિલા ODI વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમની જીત બાદ, BCCI એ પોતાના ખજાના ખોલી નાખ્યા છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મહિલા ટીમ, સપોર્ટ સ્ટાફ અને પસંદગીકારોને ₹51 કરોડની ઈનામી રકમ આપવાનો નિર્ણય લીધો છે

મહિલા વનડે વર્લ્ડ કપ 2025ની ફાઈનલમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામે 53 રને ધમાકેદાર જીત મેળવી છે. મહિલા વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતીય મહિલા ટીમે આ ટાઈટલ પ્રથમવાર જીત્યું છે. મહિલા ક્રિકેટ ટીમની આ સિદ્ધિને લઈ ગુજરાત સહિત દેશભરમાં જશ્નનો માહોલ છે. રવિવારની મોડીરાતે અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં લોકો રસ્તા પર ઉતર્યા હતા અને મહિલા ક્રિકેટ ટીમની જીતને સેલિબ્રેટ કરી હતી. લોકોએ તિરંગા સાથે બાઈક રોલી યોજી હતી, તો કેટલાકે ફટાકડા ફોડી આતશબાજી કરી હતી.

સૌપ્રથમ વખત ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકાને હરાવી વર્લ્ડકપ જીતતાં અમદાવાદીઓ રસ્તા પર ઉમટી પડ્યા હતા.

મણિનગરથી લઈ સિંધુભવન રોડ સુધી વિવિધ વિસ્તારોમાં લોકોએ આ ઐતિહાસિક વિજયને વધાવી લીધો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં ક્રિકેટરસિકો હાથમાં ભારતનો ઝંડો લઈને ભારત માતાકી જયના નારા લગાવ્યા હતા. વાહનો ઉપર હાથમાં ત્રિરંગો લઈને વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા. લોકોએ ફટાકડા ફોડીને પણ ઉજવણી કરી હતી. મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ પહેલી વખત જીત્યા હતા ત્યારે જે રીતે પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપ જીતે એવો જ માહોલ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યા હોવાની ઉજવણી કરવામાં આવી હતી.

મહિલા ભારતીય ક્રિકેટ ટીમની શાનદાર જીતથી, સુરત શહેરમાં પણ સંપૂર્ણપણે ઉત્સવના રંગે રંગાઈ ગયું હતું. શહેરના મુખ્ય અને ઐતિહાસિક વિસ્તારોમાંના એક એવા ભાગળ વિસ્તારમાં જીતની ઘોષણા થતાં જ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જશ્નનો માહોલ છવાઈ ગયો હતો.

સામાન્ય રીતે વેપારી પ્રવૃત્તિઓનું કેન્દ્ર ગણાતો ભાગળ વિસ્તાર, રાત્રે લાઇટો અને ફટાકડાની રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો. મોટી સંખ્યામાં એકઠા થયેલા સુરતીઓએ પોતાના રાષ્ટ્રીય ગૌરવ અને આનંદની લાગણીને જોરદાર રીતે વ્યક્ત કરી હતી.

વડોદરા શહેરમાં કઈકેટ પ્રેમી જનતાએ મહિલા આઈસીસી વર્લ્ડ કપ વિજય બાદ ઠેર-ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને શહેરના માંડવી દરવાજા વિસ્તારમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. મેચમાં જીત બાદ ફટાકડા ફોડી ચાહકોને જીતની ઉજવણી કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande