સુરતના કોસંબા નજીક ટ્રોલીબેગમાંથી યુવતીની લાશ મળવાથી હડકંપ
સુરત, 3 નવેમ્બર (હિ.સ.) સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં હાઈવે કિનારે શંકાસ્પદ ટ્રોલીબેગ મળી આવતા ત્યાં ચકચાર મચી ગઈ. બેગ ખોલતા અંદરથી લગભગ 25 વર્ષની અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો છે. કોસંબા પોલીસ મુજબ, મ
Surat


સુરત, 3 નવેમ્બર (હિ.સ.) સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં હાઈવે કિનારે શંકાસ્પદ ટ્રોલીબેગ મળી આવતા ત્યાં ચકચાર મચી ગઈ. બેગ ખોલતા અંદરથી લગભગ 25 વર્ષની અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો છે.

કોસંબા પોલીસ મુજબ, મહિલાના પગ બાંધીને શરીરને બેવડું વાળી નાની ટ્રાવેલ બેગમાં મૂકી દેવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં અવરોધિત શ્વાસના કારણે મોત થયું હોવાની શક્યતા સૂચવાઈ રહી છે, પરંતુ ચોક્કસ કારણ માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.મૃતદેહ સર્વિસ રોડની બાજૂની ડ્રેનેજ પાસે મળી આવ્યો હતો. મૃતક મહિલાની ઓળખ હજી સુધી થઈ નથી. પોલીસે જણાવ્યું કે તેના હાથ પર ટેટૂ છે, જે તેની ઓળખ જાણવા મદદરૂપ બની શકે છે. CCTV ફૂટેજ ચકાસવાની પ્રક્રિયા ચાલુ છે.

પોલીસે વિસ્તારને સીલ કરીને ફોરેન્સિક ટીમને સ્થળ પર બોલાવી છે. પ્રાથમિક અનુમાન મુજબ મહિલા બહારની હોઈ શકે છે. હત્યાની શક્યતા ધ્યાને રાખીને તમામ કોણેથી તપાસ શરૂ કરવામાં આવી છે.સ્થાનિક લોકોમાં ઘટનાને લઈને ચિંતા અને આશ્ચર્યનું વાતાવરણ છે, અને પોલીસને આશા છે કે ઉપલબ્ધ સાક્ષ્યોના આધાર પર વહેલી તકે ગુનેગાર સુધી પહોંચાશે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande