
ભાવનગર,4 નવેમ્બર (હિ.સ.) ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) એટલે કે મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભાવનગર કલેકટર કચેરી ખાતે વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા ચુંટણી અધિકારી ડૉ. મનીષ કુમાર બંસલની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા ચુંટણી અધિકારી ડૉ. મનીષ કુમાર બંસલ દ્વારા જિલ્લાના તમામ ચુંટણી નોંધણી અધિકારી (ERO) સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંતર્ગત થયેલ કાંગીરનો રિવ્યુ કરવામાં આવ્યો હતો. બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.એન. ચૌધરી તેમજ જિલ્લાના તમામ ચુંટણી નોંધણી અધિકારી (ERO) જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ