એસજી હાઇવે પર લારી ગલ્લા વાળા અને એએમસીની ટીમ વચ્ચે છૂટ્ટા હાથની મારામારી
- દબાણ હટાવવા સમયે મામલો બિચક્યો,એક શ્રમિકને માથામાં ઇજા અમદાવાદ,4 નવેમ્બર (હિ.સ.) ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તરફીક પોલીડ દ્વારા રોડ ઉપરના દબાણ હાયવવાની કામગીરી ચાલી રહી છે. આજે અમદાવાદના એસજી હાઇવે પર મ્યુનિસિપલ કોર્પ
એસજી હાઇવે પર લારી ગલ્લા વાળા અને એએમસીની ટીમ વચ્ચે છૂટ્ટા હાથની મારામારી


- દબાણ હટાવવા સમયે મામલો બિચક્યો,એક શ્રમિકને માથામાં ઇજા

અમદાવાદ,4 નવેમ્બર (હિ.સ.) ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તરફીક પોલીડ દ્વારા રોડ ઉપરના દબાણ હાયવવાની કામગીરી ચાલી રહી છે. આજે અમદાવાદના એસજી હાઇવે પર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દક્ષિણ પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા દબાણો હટાવવાની કામગીરી આજે સાંજે કરવામાં આવી હતી.જે દરમ્યાન દબાણ કરનાર લારી ગલ્લા વાળા તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સાથે ઘર્ષણ થયું હતું. જેમાં એક મજૂરને માથાના ભાગે ઈજા થયેલી છે તથા બે મજૂરોને સામાન્ય ઇજા થઈ હતી.

ત્યાર બાદ 108 એમ્બ્યુલન્સ બોલાવી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે દબાણકર્તા 03 શખ્સ વિરુદ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશન ખાતે FIR દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande