
પોરબંદર, 4 નવેમ્બર (હિ.સ.) ગુજરાત હાઇકોર્ટ સમક્ષની રીટી પીટીશન નાં આદેશ મુજબ ચાંઈનીઝ તુકક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન, ચાઇનીઝ લોન્ચર તથા પતંગ ઉડાડવા તેમજ ચગાવવાના હેતુથી ચાઇનીઝ માંઝા, ગ્લાસ કોટેડ દોરી થ્રેડ, સિન્થેટીક કોટીંગ સાથેની પ્લાસ્ટીક દોરી, નાયલોન થ્રેડ દોરી જેવી પ્રતિબંધિત સાધન સામગ્રીનું ઉત્પાદન, વેંચાણ તથા સંગ્રહ ઉપર પ્રતિબંધ ફરમાવવા આવ્યો છે.
જે અન્વયે પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.ડી.ધાનાણી દ્વારા ચાઇનીઝ માંઝા, ગ્લાસ કોટેડ દોરી થ્રેડ, સિન્થેટીક કોટીંગ સાથેની પ્લાસ્ટીક દોરી, નાયલોન થ્રેડ દોરી જેવી પ્રતિબંધિત સાધન સામગ્રીનું ઉત્પાદન ,વેંચાણ અને સંગ્રહ પર પ્રતિબંધનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
પોરબંદર ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા હેઠળ પોરબંદર જિલ્લામાં આગ, અકસ્માતના બનાવો ના બને અને જાહેર સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે ચાઇનીઝ તુકકલ, ચાઇનીઝ લેન્ટર્ન, ચાઇનીઝ લોન્ચર તથા પતંગ ઉડાડવા તેમજ ચગાવવાના હેતુથી ચાઇનીઝ માંઝા, ગ્લાસ કોટેડ દોરી થ્રેડ, સિન્થેટીક કોટીંગ સાથેની પ્લાસ્ટીક દોરી, નાયલોન થ્રેડ દોરી જેવી પ્રતિબંધીત સાધન સામગ્રીનું ઉત્પાદન, વેંચાણ તથા સંગ્રહ ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.
.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya