પાટણ નગરપાલિકાની જન્મ-મરણ શાખામાં અરજદારોની ભીડ, સિસ્ટમમાં વિલંબથી નાગરિકો અકળાયા
પાટણ, 4 નવેમ્બર (હિ.સ.)પાટણ નગરપાલિકાની જન્મ-મરણ નોંધણી શાખામાં છેલ્લા એક વર્ષથી અરજદારોની લાંબી કતારો લાગતી રહે છે. સોમવારે પણ વહેલી સવારે મોટી સંખ્યામાં નાગરિકો ઓફિસ બહાર કતારમાં ઊભા જોવા મળ્યા હતા. ખાસ કરીને જન્મના દાખલામાં નામ અધૂરું કે ખોટું દ
પાટણ નગરપાલિકાની જન્મ-મરણ શાખામાં અરજદારોની ભીડ, સિસ્ટમમાં વિલંબથી નાગરિકો અકળાયા


પાટણ, 4 નવેમ્બર (હિ.સ.)પાટણ નગરપાલિકાની જન્મ-મરણ નોંધણી શાખામાં છેલ્લા એક વર્ષથી અરજદારોની લાંબી કતારો લાગતી રહે છે. સોમવારે પણ વહેલી સવારે મોટી સંખ્યામાં નાગરિકો ઓફિસ બહાર કતારમાં ઊભા જોવા મળ્યા હતા. ખાસ કરીને જન્મના દાખલામાં નામ અધૂરું કે ખોટું દાખલ થવાને કારણે સુધારાની અરજીઓમાં વધારો થયો છે.

અરજદારોનો આક્ષેપ છે કે નગરપાલિકાની ઓનલાઈન સિસ્ટમ સમયસર અપડેટ ન થવાને કારણે તેમને વારંવાર ઓફિસના ચક્કર લગાવવા પડે છે, જેના કારણે સમય અને મહેનત બંને બગડે છે.

વિભાગના કર્મચારીઓનું કહેવું છે કે, દૈનિક મોટી સંખ્યામાં અરજીઓ આવતી હોવાથી પ્રક્રિયામાં સમય લાગે છે. આ વિલંબને કારણે અરજદારોમાં અકળામણ અને અસંતોષ વધતો જાય છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande