ઝડપથી ચાલતા સર્વેથી ખેડૂતોમાં સંતોષ, વહેલાસર રાહતની આશાઃ ખેડૂત અગ્રણી મનસુખ રંગાણી
રાજકોટ, 4 નવેમ્બર (હિ.સ.) તરઘડી ગામના ખેડૂત અગ્રણી મનસુખ રંગાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપેલી સૂચના પ્રમાણે ખેતપાક નુકસાનીનો સર્વે તાત્કાલિક શરૂ થઈ ગયો છે. તરઘડી ગામમાં પણ સર્વે કરી લેવામાં આવ્યો છે. ખેડૂતોએ મગફળી, કપાસ,
ઝડપથી ચાલતા સર્વેથી ખેડૂતોમાં સંતોષ, વહેલાસર રાહતની આશા ખેડૂત અગ્રણી મનસુખ રંગાણી


રાજકોટ, 4 નવેમ્બર (હિ.સ.) તરઘડી ગામના ખેડૂત અગ્રણી મનસુખ રંગાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપેલી સૂચના પ્રમાણે ખેતપાક નુકસાનીનો સર્વે તાત્કાલિક શરૂ થઈ ગયો છે. તરઘડી ગામમાં પણ સર્વે કરી લેવામાં આવ્યો છે. ખેડૂતોએ મગફળી, કપાસ, એરંડા, સોયાબિન સહિતના પાકોમાં થયેલી નુકસાનીની વિગતો સર્વેની ટીમો સમક્ષ રજૂ કરી છે. સર્વેની કામગીરી પ્રત્યે ખેડૂતોને સંતોષ છે અને સરકાર સર્વેની જેમ જ વહેલાસર સહાય જાહેર કરશે તેવી આશા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande