સોમનાથ સુત્રાપાડાના વડોદરા ઝાલા ગામે સિંહે બે પશુઓના મારણ કર્યા
સોમનાથ, 4 નવેમ્બર (હિ.સ.) સોમનાથ સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામે ગતરાત્રીના સિંહે 2 પશુનાં મારણ કરતા ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ અંગેની મળતી માહિતી મુજબ સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામે ગત રાત્રીના સિંહ દ્વારા દિલીપ ભાઈ ની વાડીએ
સોમનાથ સુત્રાપાડાના વડોદરા ઝાલા ગામે સિંહે બે પશુઓના મારણ કર્યા


સોમનાથ, 4 નવેમ્બર (હિ.સ.) સોમનાથ સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામે ગતરાત્રીના સિંહે 2 પશુનાં મારણ કરતા ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

આ અંગેની મળતી માહિતી મુજબ સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામે ગત રાત્રીના સિંહ દ્વારા દિલીપ ભાઈ ની વાડીએ બે પશુઓનું મારણ કરતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વડોદરા ઝાલા ગામે વારંવાર સિંહ પરિવાર આંટાફેરા મારતો હોય ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે જેને લઈ સરકાર દ્વારા તાત્કાલિક પગલાં ભરી કાયમી માટે આનો ઉકેલ લાવવા તંત્ર પાસે માંગણી કરવામાં આવી છે. તેમજ વારંવાર આવી રીતે સિંહ દ્વારા મારણ કરવામાં આવતા હોવાથી ખેડૂતો વાડીએ જતા પણ ડર અનુભવી રહ્યા છે. જેથી તંત્ર દ્વારા વહેલી તકે સિંહ પરિવારનું સ્થળાતર કરવામાં આવે એવી માગણી કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande