પાટણ સેશન્સ કોર્ટ દ્વારા માતપુર ગામના બે વર્ષ જૂના સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અને હત્યા કેસમાં આરોપી કમલેશ પરમારની ત્રીજી જામીન અરજી ફગાવાઈ
પાટણ, 4 નવેમ્બર (હિ.સ.) પાટણ તાલુકાના માતપુર ગામના બે વર્ષ જૂના સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અને હત્યા કેસમાં આરોપી કમલેશ કે. પરમારની નિયમિત જામીન અરજી પાટણની સેશન્સ કોર્ટએ ફગાવી દીધી છે. કમલેશ પરમાર હાલ કાચા કામના કેદી તરીકે ટ્રાયલનો સામનો કરી રહ્યો છ
પાટણ સેશન્સ કોર્ટ દ્વારા માતપુર ગામના બે વર્ષ જૂના સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અને હત્યા કેસમાં આરોપી કમલેશ પરમારની ત્રીજી જામીન અરજી ફગાવાઈ


પાટણ, 4 નવેમ્બર (હિ.સ.) પાટણ તાલુકાના માતપુર ગામના બે વર્ષ જૂના સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અને હત્યા કેસમાં આરોપી કમલેશ કે. પરમારની નિયમિત જામીન અરજી પાટણની સેશન્સ કોર્ટએ ફગાવી દીધી છે. કમલેશ પરમાર હાલ કાચા કામના કેદી તરીકે ટ્રાયલનો સામનો કરી રહ્યો છે અને તેની સામે ગંભીર ગુનાઓની ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે.

આ આરોપીની ત્રીજી જામીન અરજી હતી. અગાઉ ફેબ્રુઆરી 2024 અને ફેબ્રુઆરી 2025માં પણ તેની અરજીઓ ફગાવી દેવામાં આવી હતી. આ વખતે તેણે દિવાળીના તહેવારો પોતાની વૃદ્ધ માતા સાથે ઉજવવા અને તેમને સાંત્વના આપવા માટે જામીન માગ્યા હતા, પરંતુ કોર્ટે તે કારણને પૂરતું ગણ્યું નથી.

કેસ હાલ ફરિયાદ પક્ષના પુરાવાના તબક્કે છે, જેમાં મોટાભાગના સાક્ષીઓની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને હવે તપાસ અધિકારીની પૂછપરછ બાકી છે. કોર્ટે નોંધ્યું કે આરોપીનો આ બનાવમાં સક્રિય રોલ રહ્યો છે અને ગુનાની ગંભીરતામાં કોઈ ફેરફાર થયો નથી, તેથી જામીન આપી શકાય તેવી સ્થિતિ નથી.

સરકારી વકીલે દલીલ કરી હતી કે જો આરોપીને જામીન આપવામાં આવે તો ફરિયાદ પક્ષના કેસને નુકસાન પહોંચાડી શકે છે અને આરોપી ભાગી જવાની પણ સંભાવના છે. તપાસ અધિકારીના સોગંદનામા અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જજ પ્રશાંત શેઠે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કમલેશ પરમારની જામીન અરજી નામંજૂર કરવાનો આદેશ આપ્યો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande