
- જિલ્લાના વિવિધ વિધાનસભા મત વિભાગોમાં BLO, BLO-Supervisor અને BLAને તાલીમબદ્ધ
કરાયા
- 4 નવેમ્બર થી 4 ડિસેમ્બર સુધી BLO મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવશે
અમદાવાદ,4 નવેમ્બર (હિ.સ.) કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત કુલ 12 રાજ્યોમાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા-Special Intensive Revision(SIR) અભિયાનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં આજથી 4 નવેમ્બરથી એક મહિના સુધી એટલે કે 4 ડિસેમ્બર, 2025 સુધી બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે-ઘરે જઈને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવશે.
આ અંગે અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિભાગોના બૂથ લેવલ ઑફિસર-BLO, BLO-Supervisor અને BLAને મતદાર નોંધણી અધિકારીઓ, મદદનીશ મતદાર નોંધણી અધિકારી તેમજ માસ્ટર ટ્રેઈનર્સ સહિતના તજ્જ્ઞો દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી મતદારયાદીની ખાસ સઘન સુધારણા અંગેની તાલીમ આપવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ