હારિજમાં પાણી માટે મહિલાઓનો હોબાળો, પાલિકા ખાતે આક્રોશ
પાટણ, 4 નવેમ્બર (હિ.સ.)હારિજ શહેરના વોર્ડ નંબર ૪ અને ૫માં છેલ્લા ૧૦ દિવસથી પીવાનું પાણી ન મળતા ઝાપટપરા અને અંબિકાનગર વિસ્તારની મહિલાઓ સોમવારે નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચી હતી. પરંતુ રજૂઆત સમયે પાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસર બંને હાજર ન હોવાથી મહિ
હારિજમાં પાણી માટે મહિલાઓનો હોબાળો, પાલિકા ખાતે આક્રોશ


પાટણ, 4 નવેમ્બર (હિ.સ.)હારિજ શહેરના વોર્ડ નંબર ૪ અને ૫માં છેલ્લા ૧૦ દિવસથી પીવાનું પાણી ન મળતા ઝાપટપરા અને અંબિકાનગર વિસ્તારની મહિલાઓ સોમવારે નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચી હતી.

પરંતુ રજૂઆત સમયે પાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસર બંને હાજર ન હોવાથી મહિલાઓ રોષે ભરાઈ ગઈ હતી. તેઓએ પાલિકા કાર્યાલયમાં હોબાળો મચાવ્યો અને પાણીની સમસ્યા તાત્કાલિક હલ કરવાની માંગ કરી.

સ્થળ પર એક મહિલાએ પાલિકા પ્રમુખના પતિને ફોન કરી ઉધડો લીધો હતો અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. પાલિકા સૂત્રોના જણાવ્યા મુજબ, પાઇપલાઇનની રીપેરીંગ કામગિરી ચાલુ છે અને ટૂંક સમયમાં પાણી સપ્લાય શરૂ થવાથી સ્થિતિ સુધરશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande