સોમનાથમાં સોમનાથ સ્વદેશી હાટ નું ટ્રસ્ટી પી.કે.લહેરીના હસ્તે ઉદ્ઘાટન
સોમનાથ સ્વદેશી કન્ટેનર હાટ માં 372 દુકાનનો થાય છે સમાવેશ ગીર સોમનાથ, 6 નવેમ્બર (હિ.સ.) : સરકાના GUDM વિભાગની ગ્રાન્ટમાંથી જિલ્લા વહીવટી તંત્ર તેમજ સ્થાનિક નગરપાલિકાના સહયોગ સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટની રામવાડી ખાતે નિર્મિત કન્ટેનર હાટનું ટ્રસ્ટના ટ્ર
સોમનાથ સ્વદેશી હાટ


સોમનાથ સ્વદેશી કન્ટેનર હાટ માં 372 દુકાનનો થાય છે સમાવેશ

ગીર સોમનાથ, 6 નવેમ્બર (હિ.સ.) : સરકાના GUDM વિભાગની ગ્રાન્ટમાંથી જિલ્લા વહીવટી તંત્ર તેમજ સ્થાનિક નગરપાલિકાના સહયોગ સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટની રામવાડી ખાતે નિર્મિત કન્ટેનર હાટનું ટ્રસ્ટના ટ્રસ્ટી પી કે લહેરીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિરના પૂજારીદ્વારા વિધિ વિધાન સહિત મંત્રોચ્ચાર સાથે ટ્રસ્ટી અને ટ્રસ્ટ પરિવાર અને હાટના દુકાનદારોને પૂજા કરાવવામાં આવી હતી. શ્રીફળ વધેરીને પુષ્પવર્ષા સાથે સોમનાથ સ્વદેશી હાટનું ભવ્ય ઉદ્ઘાટન કરાયું હતું. આ સ્વદેશી હાટમાં કુલ ૩૭૨ શોપ છે. વિશાળ વિસ્તાર, વૃક્ષો અને તમામ સુવિધાઓથી સંપન્ન આ હાટમાં ટ્રસ્ટના હાલના શોપિંગ સેન્ટરના દુકાનદારોને તેમજ મંદિર પાસેના રસ્તાઓ પર બેસી વેચાણ કરતા જરૂરિયાતમંદોને નગરપાલિકા દ્વારા નિયત યાદી મુજબ પુનઃ સ્થાપિત કરી નિયત કમિટી દ્વારા રામવાડીમાં શોપ ફાળવવામાં આવી છે. ભવિષ્યમાં સોમનાથ આવનાર યાત્રીઓ માટે આ એક જ વિશાળ સ્થાન પર દરેક પ્રકારની સુવિધાઓ મળી રહેશે જેથી આ એક મોટું વ્યાપાર કેન્દ્ર બનીને ઉભરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande