સુરત જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રગીત “વંદે માતરમ@150” ની ઉજવણી સમૂહગાન અને સ્વદેશીના શપથ સાથે થશે
સુરત, 6 નવેમ્બર (હિ.સ.) : રાષ્ટ્રગીત “વંદે માતરમ”ની રચનાને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ૦૭મી નવેમ્બરના રોજ રાજ્ય સરકારોના સહયોગ સાથે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરાશે. જેના ભાગરૂપે સુરત જિલ્લામાં પણ રાષ્ટ્ર ગીત “વંદે માતરમ@150”ની ઉજવણી
Surat


સુરત, 6 નવેમ્બર (હિ.સ.) : રાષ્ટ્રગીત “વંદે માતરમ”ની રચનાને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ૦૭મી નવેમ્બરના રોજ રાજ્ય સરકારોના સહયોગ સાથે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરાશે. જેના ભાગરૂપે સુરત જિલ્લામાં પણ રાષ્ટ્ર ગીત “વંદે માતરમ@150”ની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવશે. ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં આજે તા.7 નવેમ્બર, 2025ના રોજ રાજ્યની તમામ સરકારી કચેરીઓ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો સમય સવારના 10:30 થી સાંજે 06:10 ને બદલે સવારના 9:30 થી સાંજે 05:10 સુધીનો રહેશે.

સુરત જિલ્લા કલેક્ટર કચેરીના પરિસર ખાતે તા.7મીએ સવારે 09:30 કલાકે રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના મૂળ સ્વરૂપના સમૂહગાન અને સ્વદેશીના શપથ ગ્રહણ પણ કરાશે. આ સાથે મહાનગરપાલિકા, તમામ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી, તમામ પ્રાંત કચેરીઓ, મામલતદાર કચેરીઓ સહિત તમામ સરકારી કચેરીઓમાં પણ “વંદે માતરમ્”ના મૂળ સ્વરૂપના સમૂહગાન બાદ સ્વદેશીના શપથ ગ્રહણ કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande