
નવસારી, 9 નવેમ્બર (હિ.સ.): નવસારી LCBએ પ્રોહિબીશન અભિયાન હેઠળ નેશનલ હાઈવે 48 પર 8 નવેમ્બરે નાકાબંધી દરમિયાન દારૂની હેરાફેરીનો મોટો જથ્થો ઝડપી પાડી લીધો. મુંબઈથી અમદાવાદ જતી અર્ટીગા કારમાંથી 1224 વ્હિસ્કીની બોટલો અને બિયર ટીન સાથે બે શખ્સોને કસ્ટડીમાં લેવામાં આવ્યા, જ્યારે બે મુખ્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
કાર્યવાહી દરમિયાન 7.82 લાખનો મુદ્દામાલ જપ્ત થયો, જેમાં 2.72 લાખનો દારૂ, 5 લાખની અર્ટીગા અને મોબાઇલનો સામાવેશ છે. ધરપકડ કરાયેલા સની દુબે અને મનીષ યાદવ મૂળ ઉત્તર પ્રદેશ અને બિહારના વતની છે. બંને સામે ચીખલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન ગુનો નોંધાયો છે.
દારૂ સપ્લાય કરનાર રાજુભાઈ (દમણ) અને ઓર્ડર કરનાર સૌરભ યાદવ (સુરત) ફરાર છે. તેમની શોધ માટે LCB દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે