પોરબંદર ખાતે ભગવાન બિરસા મૂંડાની 150 મી જન્મજયંતિની ઉજવણીના કાર્યક્રમનું આયોજન માટે બેઠક યોજાઈ.
પોરબંદર, 9 નવેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાની અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત કચેરી, પોરબંદર ખાતે ભગવાન બિરસા મૂંડાની 150મી જન્મજયંતિની ઉજવણીના કાર્યક્રમોના આયોજન બાબતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લા ગ્રામ વિ
પોરબંદર ખાતે ભગવાન બિરસા મૂંડાની 150 મી જન્મજયંતિની ઉજવણીના કાર્યક્રમનું આયોજન માટે બેઠક યોજાઈ.

પોરબંદર ખાતે ભગવાન બિરસા મૂંડાની 150 મી જન્મજયંતિની ઉજવણીના કાર્યક્રમનું આયોજન માટે બેઠક યોજાઈ.

પોરબંદર ખાતે ભગવાન બિરસા મૂંડાની 150 મી જન્મજયંતિની ઉજવણીના કાર્યક્રમનું આયોજન માટે બેઠક યોજાઈ.

પોરબંદર, 9 નવેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાની અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત કચેરી, પોરબંદર ખાતે ભગવાન બિરસા મૂંડાની 150મી જન્મજયંતિની ઉજવણીના કાર્યક્રમોના આયોજન બાબતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાએ જણાવ્યું હતું કે ભગવાન બિરસા મૂંડાની 150મી જન્મજયંતિની ઉજવણી ભવ્ય રીતે યોજાય તે માટે લોકાર્પણ, વૃક્ષારોપણ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના મુદ્દાઓ પર સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ સમિતિઓની રચના કરી અધિકારીઓને જવાબદારીઓ સોંપવામાં આવી હતી.

આ તકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી. એલ. વાઘાણી, મામલતદાર (ગ્રામ્ય) ખીમાભાઈ મારૂ, પોરબંદર શહેર મામલતદાર ભરત સંચાણીયા, રાણાવાવ મામલતદાર ડાભી, તથા પોરબંદર તાલુકા વિકાસ અધિકારી એમ. ગજ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande