સ્વચ્છતાની જાહેરાત વચ્ચે જામનગર શહેરમાં અનેક જાહેર માર્ગો ઉપર કચરાના ગંજ : રાહદારીઓ અને સ્થાનિકો પરેશાન
જામનગર, 9 નવેમ્બર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા એક તરફ સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યું છે ત્યારે બીજી તરફ શહેરના મુખ્ય માર્ગ ઉપર કચરાના ગંજ અને ગંદકીના લીધે પશુઓના અડીગાઓ બની રહ્યા છે. આના કચરાના લીધે પશુઓના લીધે નિર્દોષ લોકો હેરાન પરેશાન થાય છે. વો
ગંદકીના ગંજ


જામનગર, 9 નવેમ્બર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા એક તરફ સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યું છે ત્યારે બીજી તરફ શહેરના મુખ્ય માર્ગ ઉપર કચરાના ગંજ અને ગંદકીના લીધે પશુઓના અડીગાઓ બની રહ્યા છે.

આના કચરાના લીધે પશુઓના લીધે નિર્દોષ લોકો હેરાન પરેશાન થાય છે. વોર્ડના સફાઈ માટેના એસ એસ આઈ, વોર્ડના સુપરવાઇઝરોના હજારોની પગાર અને સફાઈ માટે લાખોના ખર્ચ પછી પણ જામનગર શહેરમાં રણજીતનગરમાં શાકમાર્કેટ રોડ, નવાનગર હાઇસ્કુલ રોડ, જાહેરમાં કચરો પોઇન્ટ ઉપર નિયમિત કચરો ઉપડતો નથી તેવી ફરિયાદો લોકો કરી રહ્યા છે.

જામનગરના દિગજામ સર્કલ પાસેના ખંભાળિયા તરફના ઓવરબ્રિજ નીચે કાયમી સફાઈનો અભાવ રહે છે.પુલ નીચે કચરાના લીધે દૂર દૂર સુધી ગંદકી દુર્ગધ અંગે અનેકવાર સ્થાનિકોએ ફરિયાદો કરવા છતાં મહાનગરપાલિકાનું સફાઈ તંત્ર કુંભકર્ણની નિદ્રામાં બીજી તરફ કચરો ન ઉપડતા પશુઓની અવરજવર રોડ ઉપર રહેતા અકસ્માતનો લોકો ઉપર ખતરો રહે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande