જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીનું વેચાણ શરૂ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી
જામનગર, 9 નવેમ્બર (હિ.સ.) : જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેના પગલે ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. વાગડિયા ગામના ખેડૂત કિશોરભાઈ નારીયાએ આજે પોતાનો
ટેકાના ભાવે ખરીદી નો પ્રારંભ


જામનગર, 9 નવેમ્બર (હિ.સ.) : જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેના પગલે ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. વાગડિયા ગામના ખેડૂત કિશોરભાઈ નારીયાએ આજે પોતાનો મગફળીનો પાક ટેકાના ભાવે વેચ્યો અને સરકારની આ પહેલ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

ખેડૂત કિશોરભાઈ નારીયાએ જણાવ્યું હતું કે આજે અમે અહીં ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા આવ્યા છીએ. સરકાર અમને મણ દીઠ રૂ. 1452 નો પોષણક્ષમ ભાવ ચૂકવી રહી છે. ખુલ્લી બજારમાં મગફળીના ભાવ રૂપિયા હજાર પણ નથી મળતા, ત્યારે સરકાર અમને આટલો સારો ભાવ આપીને ખેડૂતોને આર્થિક ટેકો આપી રહી છે.

આ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર. સાથે જ તેમણે વહીવટી તંત્ર દ્વારા ઊભી કરાયેલી ઉત્કૃષ્ટ વ્યવસ્થાઓની પણ સરાહના કરી જણાવ્યું કે કલેકટર શ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ ખરીદી કેન્દ્રમાં ખૂબ જ સુચારુ અને સુંદર વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે જેના કારણે ખેડૂતોને તેમના પાકના વેચાણમાં કોઈ પણ પ્રકારની અગવડ પડતી નથી.

સમગ્ર પ્રક્રિયા સરળ અને પારદર્શક હોવાથી ખેડૂતો સમયસર પોતાનો માલ વેચી શકે છે. અંતમાં, નારીયાએ પોષણક્ષમ ભાવો અને ઉત્તમ વ્યવસ્થાઓ દ્વારા ખેડૂતોને રાહત આપવા બદલ સરકાર અને સમગ્ર તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande