
જામનગર, 9 નવેમ્બર (હિ.સ.) : જામનગર શહેર-જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં શાળા, કોલેજ અને સંસ્થાઓમાં 4561 મહિલાઓ અને બાળાઓને સેલ્ફ ડીફેન્સ જુડો, કરાટે, હુશુ અને બોક્સીંગની તાલીમ આપવામાં આવી છે. જેમાં વિઘાર્થીનીઓએ વધુ જોડાય હતી. પોતાની સ્વરક્ષા માટેની તાલીમ મેળવી હતી.
જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત તમામ પોલીસ સ્ટેશન હેઠળ આવતી શાળા, કોલેજો અને સંસ્થાઓને આવરી લઈને ઓગસ્ટથી સપ્ટેબર-2025 સુધી સેલ્ફ ડીફેન્સની આપવામાં આવી હતી.
તાલીમ જેમાં સીટી એ, બી અને સી ડિવિઝન હેઠળની જુદી જુદી કન્યા વિઘાલયો તેમજ બેડી મરીન, પંચ એ અને બી ડિવિઝન, સિક્કા, મેઘપર, લાલપુર, જામજોધપુર, કાલાવડ ટાઉન, શેઠવડાળા, ધ્રોલ અને જોડીયા પોલીસ સ્ટેશન હેઠળ આવતી કન્યા વિઘાલયોમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ તેમજ શિક્ષિકાઓ સહિતને જુડો, કરાટે, હુશુ અને બોક્સીંગની તલીમ, આપવામાં આવી હતી.
વિઘાર્થીનીઓ, મહિલાઓએ સ્વરક્ષણની તાલીમ મેળવીને હિંમતવાન બની છે. આ તાલીમમાં પોલીસ વિભાગ દ્વારા શહેરની જુદા જુદા વિસ્તારોમાં આવેલી છ કન્યા શાળાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી અગિયાર કન્યા વિદ્યાલયોને આવરી લઈને તમામ વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt