
વલસાડ, 9 નવેમ્બર (હિ.સ.)-વલસાડમાં વિદેશમાં નોકરી અપાવાનું પ્રલોભન આપીને એક વ્યક્તિ પાસેથી ₹1.30 લાખ પડાવવાના કિસ્સામાં મીત ટ્રાવેલ્સના સંચાલક ઈશ્વરભાઈ ભરૂચા વિરુદ્ધ વલસાડ શહેર પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.
માહિતી મુજબ, ડ્રાઈવર પ્રવિણ પટેલે મિત્ર મારફતે ઈશ્વરભાઈનો સંપર્ક કર્યો હતો. ઈશ્વરભાઈએ મંગોલિયામાં હેવી ડ્રાઈવર તરીકે નોકરી અપાવવાની ખાતરી આપી ₹1.30 લાખ બે તબક્કામાં પોતાના ખાતામાં જમા કરાવ્યા. રકમ બાદ ઓફર લેટર, વિઝા અને એરટિકિટ વોટ્સએપ પર મોકલવામાં આવ્યા, પરંતુ ચૂકેલા સમય પહેલાં પ્રવાસ રદ કરીને ન પૈસા પરત આપ્યા કે ન નોકરી મળી.
પાસપોર્ટ મળી ગયા છતાં રકમ ન મળતાં પ્રવિણ પટેલે ફરિયાદ નોંધાવી. પોલીસએ BNS કલમ 318(4) હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે