જુનાગઢ: યુનિટી માર્ચ પદયાત્રામાં ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી એસોસિયેશન જોડાયા
જૂનાગઢ 9 નવેમ્બર (હિ.સ.) આજરોજ નવમી નવેમ્બર જુનાગઢ મુક્તિ દિવસ ની ઉજવણીના ભાગરૂપે જુનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ તથા જીઆઇડીસી અને અન્ય એસોસિએશન ના આગેવાનો દ્વારા પરંપરા ની જાળવણી કરતા બહાઉદીન કોલેજ ખાતે આવેલ આરજી હુકુમત સ્મારક સ્તંભને પુષ્પાંજલિ અર્પણ કર
ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી એસોસિયેશન જોડાયા


જૂનાગઢ 9 નવેમ્બર (હિ.સ.) આજરોજ નવમી નવેમ્બર જુનાગઢ મુક્તિ દિવસ ની ઉજવણીના ભાગરૂપે જુનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ તથા જીઆઇડીસી અને અન્ય એસોસિએશન ના આગેવાનો દ્વારા પરંપરા ની જાળવણી કરતા બહાઉદીન કોલેજ ખાતે આવેલ આરજી હુકુમત સ્મારક સ્તંભને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તથા સરદાર પટેલની 150 ની જન્મ જયંતી અવસરે યોજાયેલ યુનિટી માર્ચ પદયાત્રાનું રાણાવાવ ચોક ખાતે સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

આ યુનિટી માર્ચનું ઝાંસીની રાણી ખાતે ઝાંઝરડા રોડ એસોસિએશન ના વેપારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તથા જોષીપરા પાદર ચોક ખાતે ડાયમંડ એસોસિએશન ના વેપારીઓએ સ્વાગત કર્યું હતું.

સોરઠ ભવન ખાતે પ્રિન્ટિંગ પ્રેસ એસોસિએશનના વેપારીઓએ સ્વાગત કર્યું હતું. ગાંધી ચોક ખાતે એગ્રો ઇનપુટ એસોસિએશનના વેપારીઓએ સ્વાગત કર્યું હતું અને પદયાત્રામાં સાથે જોડાય સરદાર ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરવામાં આવેલ હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande