કુતિયાણા તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધા માલ પ્રાથમિક શાળામાં યોજાઈ.
પોરબંદર, 9 નવેમ્બર (હિ.સ.)ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના પ્રેરણાથી, સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત ગાંધીનગર તથા પોરબંદર જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર – પોરબંદર દ્વારા સંચ
કુતિયાણા તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધા માલ પ્રાથમિક શાળામાં યોજાઈ.


કુતિયાણા તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધા માલ પ્રાથમિક શાળામાં યોજાઈ.


કુતિયાણા તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધા માલ પ્રાથમિક શાળામાં યોજાઈ.


પોરબંદર, 9 નવેમ્બર (હિ.સ.)ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના પ્રેરણાથી, સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત ગાંધીનગર તથા પોરબંદર જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર – પોરબંદર દ્વારા સંચાલિત “ખેલ મહાકુંભ – 2025”ના ભાગરૂપે કુતિયાણા તાલુકા કક્ષાની ચેસ રમત સ્પર્ધા માલ પ્રાથમિક શાળા, માલ ગામ ખાતે ભવ્ય રીતે યોજાઈ હતી.

આ સ્પર્ધામાં કુતિયાણા તાલુકાની વિવિધ શાળાઓમાંથી કુલ અંદાજે 123 ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધા ભાઈઓ તથા બહેનો માટે અલગ અલગ જૂથોમાં — અં. 11, અં. 14, અં. 17, ઓપન એજ, 40 વર્ષથી ઉપર અને 60 વર્ષથી ઉપર — વર્ગોમાં યોજાઈ હતી.

સ્પર્ધાનું ઉદ્ઘાટન ડૉ. પ્રવિણાબેન પાંડાવદરા (જિલ્લા રમત અધિકારી) દ્વારા પ્રેરણાદાયી શબ્દો સાથે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દેવાભાઈ અરભમભાઈ ઓડેદરા (એસ.એમ.સી. અધ્યક્ષ)એ વિદ્યાર્થીઓને ઉત્સાહિત કરતાં ઉર્જાવાન સંબોધન આપ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન સરપંચ ભરતભાઈ રામભાઈ ઓડેદરા, રમત કન્વિનર કરશનભાઈ ઓડેદરા, વિવિધ શાળાના વ્યાયામ શિક્ષકઓ, કોચશ્રીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સ્પર્ધા સફળ બનાવવા માટે સૌએ સહકાર આપી ખેલ મહાકુંભના માધ્યમથી રમતગમત પ્રત્યે બાળકોમાં ઉત્સાહ અને જાગૃતિ વધારવાનો સંદેશ આપ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande