
નવસારી, 9 નવેમ્બર (હિ.સ.): નવસારી મનપા દ્વારા વાંચન અને જ્ઞાનપ્રેમને વધારવા માટે ‘પુસ્તક મેળો 2025’ની શરૂઆત કરવામાં આવી છે. દિનદયાળ ઉપાધ્યાય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, લુન્સીકૂઇ ખાતે ધારાસભ્ય અને મ્યુનિસિપલ કમિશનરે મેળાનું ઉદ્ઘાટન કર્યું. મેળો 10 નવેમ્બર સુધી રોજ સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લો રહેશે.
મેળામાં અનેક પ્રકાશકો, લેખકો અને શૈક્ષણિક સંસ્થાઓની પુસ્તકોની વિશાળ રેંજ પ્રદર્શન અને વેચાણ માટે ઉપલબ્ધ છે. ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું કે વાંચન માનસિક વિકાસ અને સ્વ-વ્યક્તિત્વ ઘડતરનું મહત્વનું સાધન છે અને આવા મેળા નવા પેઢીને પુસ્તકો તરફ આકર્ષવામાં સહાયક બને છે.
નાગરિકો, વિદ્યાર્થીઓ અને પુસ્તકપ્રેમીઓએ ઉત્સાહપૂર્વક મેળાની મુલાકાત લઈને આયોજનને સરાહ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે