
પાટણ, 9 નવેમ્બર (હિ.સ.)પાટણ શહેરની ઝીણીપોળ યુથ ક્લબની નવી કારોબારીની શનિવારે સર્વાનુમતે વરણી કરવામાં આવી. ઝીણીપોળમાં આવેલ રામજી મંદિર ખાતે યોજાયેલી જનરલ મિટિંગમાં ગોવિંદભાઈ વેલાભાઈ પટેલને પ્રમુખ અને નીતિનભાઈ મેલાભાઈ પટેલને મંત્રી તરીકે નિયુક્ત કરાયા. મિટિંગમાં મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકનો મુખ્ય હેતુ નવી કારોબારીની રચના કરવાનો અને અગાઉની કારોબારીના હિસાબો રજૂ કરવાનો હતો. નવી ટીમમાં ઉપપ્રમુખ તરીકે હિતેશભાઈ રમેશભાઈ પટેલ, ખજાનચી તરીકે હિતેશભાઈ શાંતિલાલ પટેલ, સહમંત્રી તરીકે રાકેશભાઈ રણછોડભાઈ પટેલ અને સંગઠન મંત્રી તરીકે રાહુલભાઈ દિનેશભાઈ પટેલની વરણી કરવામાં આવી.
નવીન હોદ્દેદારોનું ઉપસ્થિત સભ્યો દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત અને અભિનંદન કરવામાં આવ્યું. સભ્યોમાં ઉત્સાહપૂર્ણ માહોલ વચ્ચે ક્લબની ભાવિ પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને સર્વાનુમતે ક્લબના વિકાસ માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ