

પોરબંદર, 9 નવેમ્બર (હિ.સ.)ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગરની પ્રેરણાથી તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત, ગાંધીનગર આયોજિત અને પોરબંદર જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર–પોરબંદર દ્વારા ખેલ મહાકુંભ–2025 અંતર્ગત રાણાવાવ તાલુકા કક્ષાની વોલીબોલ (ભાઈઓ અને બહેનો) સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
સ્પર્ધાનું આયોજન એમ.એમ.કે. હાઈસ્કૂલ, રાણા કંડોરણા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં રાણાવાવ તાલુકાની વિવિધ શાળાઓ તેમજ સંસ્થાઓના કુલ અંદાજીત 144 ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.કાર્યક્રમની શરૂઆત જિલ્લા રમત અધિકારી ડૉ. પ્રવિણાબેન પાંડાવદરા દ્વારા પ્રેરણાદાયી શબ્દો સાથે કરવામાં આવી હતી.
આ પ્રસંગે સિગ્મા સ્કૂલ વનાણાના વ્યાયામ શિક્ષક મહેન્દ્રભાઈ ડોડીયા, મલેક્ભાઈ જાદવ (આ.સી. શિક્ષકશ્રી, પી.એમ. કન્યા શાળા, રાણાવાવ), રમત કન્વીનર ઘેલુભાઈ કાંબલિયા તથા તાલુકાની વિવિધ શાળાના વ્યાયામ શિક્ષકઓ, કોચઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya