પોરબંદર ખાતે ખેલ મહાકુંભ - 2205 અંતર્ગત તાલુકા કક્ષાની રમતોત્સવ સ્પર્ધાઓ યોજાઈ.
પોરબંદર, 9 નવેમ્બર (હિ.સ.)ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત “સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત” હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા પોરબંદર દ્વારા ખેલ મહાકુંભ – 2025 અંતર્ગત તાલુકા કક્ષાની યોગાસન સ્પર
પોરબંદર ખાતે ખેલ મહાકુંભ - 2205 અંતર્ગત તાલુકા કક્ષાની રમતોત્સવ સ્પર્ધાઓ યોજાઈ.

પોરબંદર ખાતે ખેલ મહાકુંભ - 2205 અંતર્ગત તાલુકા કક્ષાની રમતોત્સવ સ્પર્ધાઓ યોજાઈ.

પોરબંદર ખાતે ખેલ મહાકુંભ - 2205 અંતર્ગત તાલુકા કક્ષાની રમતોત્સવ સ્પર્ધાઓ યોજાઈ.

પોરબંદર ખાતે ખેલ મહાકુંભ - 2205 અંતર્ગત તાલુકા કક્ષાની રમતોત્સવ સ્પર્ધાઓ યોજાઈ.

પોરબંદર, 9 નવેમ્બર (હિ.સ.)ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત “સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત” હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા પોરબંદર દ્વારા ખેલ મહાકુંભ – 2025 અંતર્ગત તાલુકા કક્ષાની યોગાસન સ્પર્ધાનું આયોજન

એ.ઈ.આઈ ., ડી.ઈ.ઓ, પોરબંદર જતીનભાઈ રાવલના અધ્યક્ષ સ્થાને સરદાર પટેલ રમત સંકુલ, પોરબંદર ખાતે કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં મહાનગરપાલિકાકક્ષા ઉત્તરઝોન અને દક્ષિણઝોન અને પોરબંદર તાલુકા કક્ષાની યોગાસન અં.14,17,ઓપન એઈજ ભાઈઓ અને બહેનોની સ્પર્ધામાં પોરબંદર તાલુકા અને મહાનગરપાલિકાની અલગ અલગ શાળા સંસ્થા શહેરીજનો આ સ્પર્ધામાં અંદાજીત 150 ખેલાડીઓએ ભાગ લીધો હતો. વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે પ્રમાણપત્ર અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પોરબંદર વ્યાયામ મંડળ હોદેદારઓ સચીનભાઈ એરડા અને તેજસભાઈ વીંછી તેમજ રાજ્ય યોગ બોર્ડ અને વિવિધ શાળાના વ્યાયામ શિક્ષકઓ,કોચઓ તેમજ વાલીઓ આ સ્પર્ધામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande