
પોરબંદર, 1 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદરમાં ફિશરીઝ કચેરી પાસે ચાલતો ભ્રષ્ટાચાર પકડી પાડવામાં જૂનાગઢ એન્ટી કરપ્શન બ્યુરોને સફળતા મળી છે. જેમાં બોટનું કોલ/રજીસ્ટ્રેશનની ઝડપી કામગીરી માટે રૂા. 10 હજારની લાંચ લેતા એક શખ્સની અટકાયત કરવામાં આવતા સરકારી બાબુઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
બોટ માલિકો/માછીમારોને પોતાની જુની, નવી બોટોના કોલ લાયસન્સ અને બોટોનું રજીસ્ટ્રેશન વગેરેની કામગીરી માટે ફિશરીઝ કચેરીમાં અરજી સહિતની પ્રક્રિયા કરવાની થતી હોય છે, ત્યારે પોરબંદરમાં એક ફરિયાદીને તેના બોટના કોલ લાયસન્સ અને રજીસ્ટ્રેશનની ઝડપી કામગીરી માટે “પૈસા ફિશરીઝ કચેરીના સાહેબને આપવા પડશે' તેમ કહી ફિશરીઝ કચેરીની બહાર જ દિનેશ પ્રેમજીભાઈ સલેટ એ રૂા. 16,500ની લાંચ માંગી હતી. જેમાંથી 10 હજાર રૂપિયા આપવાનું નક્કી થતા ફરિયાદીએ જૂનાગઢએ.સી.બી. ને જાણ કરતા ટ્રેપ ગોઠવવામાં આવી હતી જેમાં દિનેશ સલેટ રૂા.10 હજારની લાંચ લેતા રંગેહાથ પકડાઈ ગયો હતો. આથી આ ભ્રષ્ટાચારમાં ફિશરીઝ કચેરીના કોઈ કર્મચારી, અધિકારી પણ સંડોવાયેલા છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરાઈ
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya