
પાટણ, 6 ડિસેમ્બર (હિ.સ.) સિદ્ધપુરમાં ડૉ. ભીમરાવ આંબેડકરના મહાપરિ નિર્વાણ દિવસ નિમિત્તે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ દરમ્યાન તેમના હસ્તે સરકારી યોજનાના લાભાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા.
આ અવસરે બલવંતસિંહ રાજપૂતે ડૉ. આંબેડકરના જીવન, કાર્ય અને સમાજ માટેના યોગદાન પર પ્રકાશ પાડ્યું. તેમણે જણાવ્યું કે બાબાસાહેબ સમાનતા, ન્યાય અને માનવતાના પ્રબળ પુરસ્કર્તા હતા અને ભારતના સંવિધાનના શિલ્પકાર તરીકે તેમણે દેશને લોકશાહીની મજબૂત પાયો આપ્યો. તેમના વિચાર અને સિદ્ધાંતો આજે પણ પ્રાસંગિક છે.
કાર્યક્રમમાં દિનેશભાઈ કંબોયા, હરેશભાઈ, કૌશલભાઈ જોશી, વિષ્ણુભાઈ પટેલ, વિક્રમસિંહ ઠાકોર, અભુજી ઠાકોર, દશરથભાઈ, શૈલેષભાઈ, જશુભાઈ, અશોકભાઈ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક પ્રજાજનો, સમાજસેવકો, ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ ભાગ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ