
જૂનાગઢ, 6 ડિસેમ્બર (હિ.સ.) ખાસ સઘન સુધારણા ૨૦૨૫ અન્વયે જૂનાગઢ જિલ્લામાં ડિજિટાઇઝેશનની કામગીરી ૮૮.૦૬ ટકા પૂર્ણ થઈ ગઈ છે. કુલ-૧૩૦૦૩૪૪ મતદારોમાંથી ૧૧૪૫૧૪૫ લોકોના ફોર્મ ડીજીટાઈઝ કરવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લાની ૮૮-કેશોદ વિધાનસભા મતિવભાગ તથા ૮૯-માંગરોળ વિધાનસભા મતવિભાગમાં ગણતરી ફોર્મ ડીજીટાઇઝેશન અંગેની કુલ કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ કરવામાં આવેલ છે.
૮૭-વિસાવદર વિધાસભા મતવિભાગમાં ગણતરી ફોર્મ ડીજીટાઇઝેશન અંગેની કુલ કામગીરી ૯૯.૦૯ ટકા પૂર્ણ કરવામાં આવેલ છે. જે ટુંક સમયમાં પૂર્ણતાને આરે છે. જયારે બાકી રહેતી વિધાનસભાઓ ૮૬-જુનાગઢ વિધાનસભા મતવિભાગમાં ફોર્મ ડીજીટાઇઝેશન અંગેની કુલ કામગીરી ૯૯.૨ ટકા તથા ૮૫-માણાવદર વિધાનસભા મતવિભાગમાં ફોર્મ ડીજીટાઇઝેશન અંગેની કુલ કામગીરી ૯૮.૭૫ ટકા પૂર્ણ કરવામાં આવેલ છે.
જૂનાગઢ જિલ્લામાં કુલ મતદારોમાંથી ૧૪૯૬૧૯ મતદારો અનકલેક્ટેબલ ફોર્મ કેટેગરીમાં છે. જેમાં મૃત્યના કિસ્સામાં ૫૨૪૧૫, ગેરહાજરના કિસ્સામાં ૨૧૬૮૫, કાયમી સ્થળાંતરના ૬૮૯૬૪, ડુપ્લીકેટ કેટેગરીમાં ૬૦૯૧ તથા અન્ય કારણોસર ૪૬૪ મતદારો મળીને કુલ ૧૪૯૬૧૯ મતદારો અનકલેકટેબલ કેટેગરીમાં છે. હજુ પણ ૫૫૮૦ મતદારોએ (૦.૪૩ ટકા) પોતાના ગણતરી ફોર્મ જમા કરેલ નથી. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરી તરફથી અપીલ છે કે, મતદારો તા.૧૧/૧૨/૨૦૨૫ પહેલા ગણતરી ફોર્મ જમા કરાવે. આ ફોર્મ જમા ન થવાના કિસ્સામાં આપનું નામ ડ્રાફટ મતદાર યાદીમાંથી કમી પણ થઈ શકે છે. આથી ગણતરી ફોર્મ બી.એલ.ઓ.શ્રીને જમા કરવા અપીલ છે.
ઉકત મૃત્યુ/ગેરહાજર/કાયમી સ્થળાંતર/ઓલરેડી નોંધાયેલા/અન્ય મતદારોની વિધાનસભા મતિવભાગવાઇઝ યાદી ટુંક સમયમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, જૂનાગઢ (www.junagadh.nic.in) ની વેબસાઇટ ઉપર પણ અપલોડ કરવામાં આવશે. વધુમાં આ સમયગાળા દરમિયાન જે મતદારોના ૧૮ વર્ષ પૂર્ણ થઈ ગયા છે તે નવા સંભવિત મતદારો ફોર્મ નંબર ૬ ભરીને પોતાના મતદાન મથકના બી.એલ.ઓ.શ્રીને જમા કરાવી મતદાર યાદીમાં નામ નોંધાવી શકશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ