
ભરૂચ,01 ડિસેમ્બર (હિ.સ.) કોંગ્રેસ એ.પી પાર્ટી માટે પોસ્ટ મૂકી રાજકીય ગરમાટો લાવનાર અહમદ પટેલના પુત્રએ પોતાની પોસ્ટ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે મારી પોસ્ટ જનતાનો મત જાણવા માટે હતી. આ મારો મત હતો કોઈ બીજાનો નહિ હાલ પાર્ટી નથી બનાવવાનો નિર્ણય પણ મારો છે. 2024 પછી પાર્ટી સાથે નારાજગી હતી અને કોંગ્રેસના લોકો આપ પાર્ટી અને ભાજપમાં જોડાય રહ્યા છે. અમારા કાર્યકરો નારાજ છે એટલે હું એમનો અવાજ બન્યો છું.
અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ દ્વારા કોંગ્રેસથી અલગ થઇ નવી પાર્ટી કોંગ્રેસ એ.પી બનાવવામાં માટે એક પોસ્ટ સોશ્યલ મીડિયા પર મુકતા જ રાજકીય ભડકો થયો હતો. જે બાબતે બહેનને પણ સાથે લેવાની વાત બાદ તેમની બહેન મુમતાજ પટેલએ પણ સ્પષ્ટતા કરી હતી અને તેઓ હાલ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાવા ઇચ્છતા નથી. અને તેઓ કોંગ્રેસ સાથે જ રહેશે તેમ પોસ્ટ કરી હતી. જે બાદ આજરોજ ફૈઝલ પટેલ અંકલેશ્વર ખાતે આવતા જ પોતાની પોસ્ટ બાબતે પત્રકારો જોડે વાત કરતા સ્પષ્ટતા કરી હતી. લોકો અમારા પરિવારને ચાહે છે એટલે નવી પાર્ટી બનાવવાનું વિચાર્યું હતું. તેઓની પોસ્ટ જનતાનો અભિપ્રાય લેવા માટે હતી. તમે જ જુઓ મારા પિતા અને મારા પ્રત્યેનો લોકોનો પ્રેમ છે. કોંગ્રેસથી અલગ નવી પાર્ટી કોંગ્રેસ એ.પી.ની સ્થાપના હાલ કરવાનો નથી. કોંગ્રેસ સામે નારાજગી છે. કારણે 2024 પછી કોંગ્રેસ પાર્ટી કામ આપતા ના હતા ટિકિટ પણ અન્યને આપી હતી. જેને લઇ પક્ષમાં જ નારાજગી હતી. હું અને મારા પિતા મર્હુમ અહમદ પટેલ ભરૂચ જિલ્લાના આદિવાસી તાલુકા એવા નેત્રંગ , ડેડીયાપાડા , અંકલેશ્વર સહીત જિલ્લામાં કામ કર્યું છે. અહીં લોકો કોંગ્રેસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી પાર્ટી છોડી આમ આદમી પાર્ટી અને ભાજપમાં જોડાઈ રહ્યા છે.
જો પાર્ટી બનાવી તો તેઓ ચોક્કસ અમારી જોડે પાછા આવશે. હું એ નારાજ કાર્યકરોનો અવાજ બન્યો હતો. અહેમદ પટેલે લોકોની સાથે ગુજરાત અને ભરૂચની પણ સેવા કરી છે એટલે ઓપિનિયન લેવા આવ્યો હતો. કોંગ્રેસના લોકો પણ અમારી સાથે છે. કોંગ્રેસ માટે સારી વાત છે અત્યારે લહેર છે અને કાર્યકર્તા કામ કરવા માંગે છે. કાર્યકર્તાઓના કહેવા પ્રમાણે પોસ્ટ મૂકી ઓપિનિયન લેવા આવ્યો હતો. કોંગ્રેસ પાર્ટીમાં પદ માટે હાઈકમાન્ડ નક્કી કરશે. હાલ પાર્ટી જોડે જ છું. પાર્ટી જે કામ આપશે તે કરીશું એ વાત ચોક્કસ છે.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ