SVNIT સુરતમાં ત્રીજા વર્ષના વિદ્યાર્થીનું મોત: એમ્બ્યુલન્સમાં થયેલા વિલંબ અને તંત્રની બેદરકારી પર વિદ્યાર્થીઓનો આક્ષેપ
સુરત, 1 ડિસેમ્બર (હિ.સ.) : સુરત સ્થિત પ્રતિષ્ઠિત એસવીએનઆઈટી (SVNIT) સંસ્થામાં કોમ્પ્યુટર સાયન્સના ત્રીજા વર્ષના વિદ્યાર્થી અદ્વૈત નાયરના મૃત્યુ બાદ કેમ્પસમાં શોક અને રોષ ફેલાયો છે. કેરળના રહેવાસી અદ્વૈતએ 30 નવેમ્બર ની રાત્રે ભાભા ભવન હોસ્ટેલની ઊંચી
Svnit


સુરત, 1 ડિસેમ્બર (હિ.સ.) : સુરત સ્થિત પ્રતિષ્ઠિત એસવીએનઆઈટી (SVNIT) સંસ્થામાં કોમ્પ્યુટર સાયન્સના ત્રીજા વર્ષના વિદ્યાર્થી અદ્વૈત નાયરના મૃત્યુ બાદ કેમ્પસમાં શોક અને રોષ ફેલાયો છે. કેરળના રહેવાસી અદ્વૈતએ 30 નવેમ્બર ની રાત્રે ભાભા ભવન હોસ્ટેલની ઊંચી મંજિલ પરથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર ઈજાઓ બાદ સારવાર દરમ્યાન તેનું મોત થયું.

ઘટના બાદ વિદ્યાર્થીઓએ વહીવટ તંત્ર પર ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ ઘટના બાદ લગભગ 30 મિનિટ સુધી એમ્બ્યુલન્સ સ્થળે પહોંચી નહોતી, જ્યારે કેમ્પસ કેન્ટીન નજીક એક એમ્બ્યુલન્સ સામાન્ય રીતે ઉપલબ્ધ રહે છે. એમ્બ્યુલન્સ સમયસર ન આવતાં વિદ્યાર્થીઓએ ખાનગી એમ્બ્યુલન્સ બોલાવવી પડી.

વિદ્યાર્થીઓનો એવો પણ આક્ષેપ છે કે, અદ્વૈતને પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જતાં સારવાર શરૂ કરવાને બદલે સ્ટાફે પહેલા ફોર્માલિટી અને ફી અંગે માહિતી માંગી હતી, જેના કારણે સમય વેડફાયો.

મૃતક વિદ્યાર્થીના મિત્રોનું કહેવું છે કે અદ્વૈત છેલ્લા ચાર મહિનાથી ક્લાસમાં હાજર નહોતો., ન તો પરીક્ષાઓમાં. તેમ છતાં સંસ્થાએ તેની ગેરહાજરીને લઈને કોઈ ચિંતાની કાર્યવાહી ન કરી, જેના કારણે વિદ્યાર્થીઓએ તેની માનસિક સ્થિતિ અંગે તંત્રની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠાવ્યા છે.

આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓએ વહીવટી બિલ્ડિંગની બહાર વિરોધ પ્રદર્શન કર્યું અને ઈમરજન્સી પ્રતિભાવ સિસ્ટમ, વિદ્યાર્થી સુરક્ષા અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માગ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande