વેરાવળ ખાતે જિલ્લાકક્ષાની બાળપ્રતિભા શોધ સ્પર્ધા-જિલ્લા કક્ષા યુવા ઉત્સવ યોજાશે
ગીર સોમનાથ, 1 ડિસેમ્બર (હિ.સ.) : રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગીર સોમનાથ દ્વારા વેરાવળ ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કર
વેરાવળ ખાતે જિલ્લાકક્ષાની બાળપ્રતિભા શોધ સ્પર્ધા-જિલ્લા કક્ષા યુવા ઉત્સવ યોજાશે


ગીર સોમનાથ, 1 ડિસેમ્બર (હિ.સ.) : રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગીર સોમનાથ દ્વારા વેરાવળ ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું છે.

જેમાં તા. 4 ડિસેમ્બર 2025ના રોજ વેરાવળ ખાતે શ્રી સરસ્વતી સ્કૂલ, રાધાકૃષ્ણ મંદિર પાસે સવારે 10 કલાકે જિલ્લાકક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધા તથા તાલુકા કક્ષા યુવા ઉત્સવ યોજાશે.

જિલ્લા કક્ષા યુવા ઉત્સવમાં (૧) વકતૃત્વ (૨) નિબંધ (૩) પાદપુર્તિ (૪) ગઝલ શાયરી લેખા (૫) કાવ્ય લેખન (૬) દુહા-છંદ-ચોપાઇ (૭) લોકવાર્તા (૮) સર્જનાત્મક કારીગરી (૯) ચિત્રકલા (૧૦) લગ્નગીત (૧૧) હળવું કંઠ્ય સંગીત (૧૨) લોકવાદ્ય સંગીત (૧૩) ભજન (૧૪) સમૂહ ગીત (૧૫) એકપાત્રીય અભિનય તેમજ સીધી જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરાયું છે.

જ્યારે જિલ્લા કક્ષાની બાળપ્રતિભા શોધ સ્પર્ધામાં (૧) વકતૃત્વ (૨) નિબંધ (૩) દોહા,છંદ,ચોપાઈ (૪) લોક વાર્તા (૫) સર્જનાત્મક (૬) લગ્નગીત (૭) લોક વાદ્ય સંગીત (૮) એકપાત્રીય અભિયાન (૯) લોકગીત (૧૦) ભજન (૧૧) સમૂહ ગીત (૧૨) લોકનૃત્ય (૧૩) ચિત્રકલાની સ્પર્ધાઓ યોજાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande