

-બલવંતસિંહ રાજપૂતે રૂપિયા પાંચ લાખ દાનની જાહેરાત પણ કરી
પાટણ, 1 ડિસેમ્બર (હિ.સ.) બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મજાદર ગામે બાવન વાંટા રાજપૂત યુવા સંગઠન આયોજીત સમુહ લગ્નોત્સવ- ૨૦૨૫ ના વડપણ હેઠળ બાવન નવયુગલોનો સમૂહલગ્ન મહોત્સવ યુવા સંગઠનના પ્રમુખ ભરતસિંહજી સોલંકી અને તેમની યુવા ટીમ તથા પુર્વ કેબિનેટ મંત્રી અને સિધ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહજી રાજપૂતના અધ્યક્ષસ્થાને યોજાયો.
યુવા સંગઠનના પ્રમુખ ભરતસિંહ સોલંકી તમામ નવયુગલોને સફળ, સમૃદ્ધ અને નિરોગી દામ્પત્યજીવન બક્ષી સદાય ઉન્નતિના શિખરો સર કરવા માટે દિવ્ય શક્તિ પ્રદાન કરજો તેવી મા ભગવતીને પ્રાર્થના સહ અનંત અને અસીમ આશિર્વાદ સહ શુભેચ્છાઓ સહ શુભકામનાઓ પાઠવી.તેમની દીર્ઘદ્રષ્ટિ, કુનેહ અને સમગ્ર યુવા ટીમ,સમાજના ૨૫૦ જેટલા પોલીસ કર્મચારીઓ, ફોજી ભાઈઓ તથા શિક્ષકો તેમજ અનુભવી સરકારી કર્મચારીઓ અને યુવાનોની સુઝબુઝ અને સિધ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહજી રાજપૂતની સલાહ સૂચન અને માર્ગદર્શન નીચે સુપેરે અદ્દભુત આયોજન વચ્ચે પાર્કિંગ વ્યવસ્થા , ચા પાણી અને ભોજન વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા,જાન તથા વરરાજા, કન્યાના ઉતારા વ્યવસ્થા, મંગલમય પરિણય માટે ચોરી વ્યવસ્થા, સુશોભિત બેનમૂન સીસી કેમેરાથી સજ્જ મંડપ ડેકોરેશન અને સિક્યોરિટીની વ્યવસ્થા ઉડીને આંખે વળગે એવી રીતે કરવામાં આવ્યું હતું.
સમાજના પોલીસ કર્મચારીઓ સખત મહેનત કરી ભોજન વ્યવસ્થા અને પાર્કિંગ વ્યવસ્થા અને સિક્યોરિટી વ્યવસ્થા નુ બહુ સરસ અને ઉમદા કાર્ય કરી બતાવ્યું હતું.એક બહેનની સોનાની ચેઇનસ્નેચિગ થતાં પોલીસની કાબીલેદાદ કામગીરીથી ગણતરીની મિનિટોમાં ચેઈન અને ચોર ઝડપી લઈ ચોરને જેલ હવાલે કરાયો હતો દાનની સરવાણી વહેવડાવનાર સમાજના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
સમારંભ અધ્યક્ષ સિધ્ધપુરના ધારાસભ્ય અને પુર્વ કેબિનેટ મંત્રી બલવંતસિંહજી રાજપૂતે પોતાના વ્યક્તવ્યમાં સમુહ લગ્નોત્સવને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો હતો તેમણે જણાવ્યું કે સમૂહલગ્નથી સમય અને નાણાંની બચત થશે તે નાણાં પરિવારો તેમના સંતાનોના શિક્ષણ માટે કે ઉત્થાન માટે વાપરી નવી દીશામાં પ્રયાણ કરી હાઈફાઈ યુક્ત જમાનામાં કદમ સાથે કદમ મિલાવવા માટે ફાયદાકારક થશે તેમજ સામાજિક એકતા વધશે તેઓએ આગામી સમુહલગ્ન માટે રૂપિયા પાંચ લાખ દાનની જાહેરાત કરી પોતાનો મૂળ ભામાશા સ્વભાવ પ્રગટ કર્યો હતો . સમાજના દાનવીરોએ પણ આગામી સમૂહ લગ્ન માટે રૂપિયા એકવીસ લાખ દાનની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય બલવંતસિંહ રાજપુત છેલ્લા ૨૫ વર્ષથી તમામ સમાજના લોકોને સમૂહ લગ્ન કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે તેમજ તમામ સમાજના લોકોને સમૂહ લગ્ન યોજવા આર્થિક સહયોગ પણ કરી રહ્યા છે
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ