
પોરબંદર, 1 ડિસેમ્બર (હિ.સ.) : તાજેતરમાં કીર્તિમંદિર પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બાલા હનુમાન મંદિર વિસ્તારમાં રોડ કેબીન રાખી વેપાર કરતા લારી ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા માત્ર 6 કલાકમાં જ 29 જેટલી ફરિયાદ દાખલ કરી હતી. જેને લઈ વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ત્યારે પોરબંદર જિલ્લા કોંગ્રેસના મહામંત્રી કાંતિભાઈ બુધેચા સહિતના હોદેદારોએ લારી ધારકોની મુલાકાત લીધી હતી.
કાંતિભાઈ બુધેચાએ પોલીસની આ કાર્યવાહી મામલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, રેકડી કેબિન પોરબંદરમાં રોજીરોટી કમાય ખાય છે અને 30 વર્ષ કરતા પણ વધારે સમય થી ત્યા જ ઊભે છે અને નગર પાલિકામાં રોકડ ભરી રસીદ પણ લે છે. અને ઈમાનદારીથી રોજી રોટી ખાઈ છે, ત્યારે એનો કોઈ વિકલ્પ/રસ્તો કાઢી અને એમની સાથે વાત કરી પ્રશ્નનો નિકાલ કરવો જોઈએ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya