જામનગરમાં ખેડૂતના વાડામાં બાંધેલી ભેંસના ચારેય પગ બાંધી ઢોર મારમારી હત્યા નિપજાવતા ખળભળાટ
જામનગર, 1 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામમાં રહેતા એક ખેડૂતની વાડીમાં બાંધવામાં આવેલી એક ભેંસ પ્રત્યે કોઈ નરાધમ દ્વારા ક્રૂરતા પૂર્વકનું કૃત્ય કરવામાં આવ્યું હતું, અને ભેંસને દોરડે બાંધીને મૂઢ માર મારી તેનું મૃત્યુ
ફરિયાદ


જામનગર, 1 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામમાં રહેતા એક ખેડૂતની વાડીમાં બાંધવામાં આવેલી એક ભેંસ પ્રત્યે કોઈ નરાધમ દ્વારા ક્રૂરતા પૂર્વકનું કૃત્ય કરવામાં આવ્યું હતું, અને ભેંસને દોરડે બાંધીને મૂઢ માર મારી તેનું મૃત્યુ નિપજાવ્યું હતું. જે બનાવને લઈને પશુ પ્રેમીઓમાં ભારે કચવાર જોવા મળી રહ્યો છે.

કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામના ખેડૂત રમેશભાઈ દામજીભાઈ સાંગાણી કે જેઓએ પોતાની વાડી માં ખીજડાના ઝાડ નીચે એક ભેંસ બાંધીને રાખી હતી, જે ભેંસના કોઈ અજ્ઞાત શખ્સે ચારેય પગ દોરડેથી બાંધી દીધા હતા, ત્યારબાદ તેના માથાના ભાગે તેમજ પેટના તથા શરીરના અન્ય ભાગોમાં મૂઢ માર મારી ભેંસનું મૃત્યુ નીપજાવ્યું હતું આ બનાવને લઈને ખેડૂત તેમજ આસપાસના પરિવારમાં ભારે ગમગીની ફેલાઈ હતી, અને લોકોમાં કચવાટ જોવા મળ્યો હતો.

આ મામલાને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ખેડૂત રમેશભાઈ દામજીભાઈ સાંગાણી દ્વારા પોતાની વાડીમાં ઘૂસી જઈ પોતાની 70 હજાર રૂપિયાની કિંમત ની ભેંસને બાંધી ક્રૂરતા પૂર્વક મારી નાખવા અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.એમ. પરમારે પ્રાણી પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960 ની કલમ 11 એ ની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને આ આ કૃત્ય આચરનાર આરોપીની શોધ ખોળ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande