પોરબંદરના સમુદ્રમાં થયેલ લાઈટ અને લાઇન ફિસિંગ ઘાતક, પોલીસ દ્વારા કાર્યવાહી
પોરબંદર, 1 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદરના દરિયામા લાઈટ ફીશીંગ કરતા પીલાણા સામે પોલીસે કાર્યાહી હાથ ધરી છે. બે દિવસ પૂર્વે ઈન્દીરાનગર સામેના દરિયામા લાઈટ ફીશીગ કરતા બે પીલાણાના માલિક સામે કાર્યાવહી કર્યા બાદ વિસાવાડાના દરિયામા વધુ બે લાઇટ ફીશીંગ કરતા
સમુદ્રમાં થયેલ લાઈટ અને લાઇન ફિસિંગ ઘાતક.


સમુદ્રમાં થયેલ લાઈટ અને લાઇન ફિસિંગ ઘાતક.


પોરબંદર, 1 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદરના દરિયામા લાઈટ ફીશીંગ કરતા પીલાણા સામે પોલીસે કાર્યાહી હાથ ધરી છે. બે દિવસ પૂર્વે ઈન્દીરાનગર સામેના દરિયામા લાઈટ ફીશીગ કરતા બે પીલાણાના માલિક સામે કાર્યાવહી કર્યા બાદ વિસાવાડાના દરિયામા વધુ બે લાઇટ ફીશીંગ કરતા પીલાણા સામે કાર્યવાહી કરવામા આવી છે. પોરબંદર સહિત ગુજરાતના દરિયા કિનારે લાઈટ અને લાઈન ફીશીંગ કરવામા આવી રહી છે તેમની સામે પોરબંદર બોટ એસોના પ્રમુખ મુકેશભાઈ પાંજરી સહીતના આગેવાનોએ સરકારમા રજુઆત કરી હતી જેને પગલે પોરબંદર પોલીસ દ્રારા લાઈટ ફીશીગ સામે પોલીસ દ્રારા કાર્યવાહી કરવામા આવી રહી છે.

પોરબંદરના વિસાવાડા ગામના દરિયા કિનારે રાત્રીના સમયે માંગરોળના મુસ્તાક ઇબ્રાહીમ પટેલીયાની માલિકનુ પીલાણુ રજીસ્ટ્રેશન નંબર IND -GJ-11-MO-4945, નામ વહેદાબાના લાઈટ ફીશીંગ કરી રહ્યા હતા તે દરમ્યાન તેમને ઝડપી લેવામા આવ્યુ હતુ આજ રીતે માંગરોળના જેલાની અમીન પટેલીયાની માલિકીનુ પીલાણુ રજીસ્ટ્રેશન નંબર RIND-GJ-37-MO-3542,

લાઈટ ફિશિંગ કરી રહ્યા હતા તે દરમ્યાન મીંયાણી મરીન પોલીસ ઝડપી લીધુ હતુ અને તેમની સામે ગુજરાતરાજ્યનીપ્રાદેશીક જળ સીમાની અંદર બિનઅધિકૃત રીતે એલ ઈ.ડી. લાઈટનોઉપયોગકરી, ગેરકાયદેસર રતી માચ્છીમારીકરતા મળી આવતા તેમની સામે કાર્યવાહી કરવામા આવી છે. પોરબંદર માછીમાર બોટ એસોના પ્રમુખ મુકેશભાઈ પાંજરી એ એવુ જણાવ્યુ હતુ કે પોરબંદર સહિત ગુજરાતના દરિયા કિનારે લાઈટ અને લાઈનીંગ ફીશીગ કરવામા આવતી હોય જેના કારણે માછીમારોને મોટું નુકશાન સહન કરવુ પડે છે કારણ કે માદા માછલી પ્રજજન માટે દરિયા કિનારે આવે છે તેમને લાઈટ અને લાઈન ફીશીંગ કરનારા માછલીને જાળ નાંખી પકડી લે છે જેના કારણે માછલીની ઉત્પતી થતી નથી કેટલીક માછલી લુપ્ત થવાના આરે છે, આથી પોરબંદર સહિત ગુજરાતના દરિયા કિનારે લાઇટ અને લાઈન ફીશીંગ કરનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામા આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande