પાટણ નાગરિક સહકારી બેંકમાં ગેરકાયદેસર ભરતી અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા
પાટણ, 1 ડિસેમ્બર (હિ.સ.) : ''નાગરિક હિત રક્ષક સમિતિ, પાટણ'' દ્વારા પાટણ નાગરિક સહકારી બેંકના ચેરમેન અને ડિરેક્ટરો પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સમિતિનો દાવો છે કે વર્તમાન હોદ્દેદારો તેમની મુદત પૂરી થઈ હોવા છતાં નીતિવિષયક નિર્ણય લઈ રહ્યા છે અ
પાટણ નાગરિક સહકારી બેંકમાં ગેરકાયદેસર ભરતી અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા


પાટણ નાગરિક સહકારી બેંકમાં ગેરકાયદેસર ભરતી અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા


પાટણ, 1 ડિસેમ્બર (હિ.સ.) : 'નાગરિક હિત રક્ષક સમિતિ, પાટણ' દ્વારા પાટણ નાગરિક સહકારી બેંકના ચેરમેન અને ડિરેક્ટરો પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સમિતિનો દાવો છે કે વર્તમાન હોદ્દેદારો તેમની મુદત પૂરી થઈ હોવા છતાં નીતિવિષયક નિર્ણય લઈ રહ્યા છે અને ગેરકાયદેસર રીતે નવી ભરતી કરવાની યોજના બનાવી છે. આ મામલે પાટણ કલેક્ટર અને જિલ્લા રજિસ્ટ્રાર કચેરીને લેખિત આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે.

સમિતિએ જણાવ્યું છે કે નવી ભરતીમાં સહકાર વિભાગના નિયમોનું ઉલ્લંઘન કરીને પોતાના સગાંસંબંધીઓ, પુત્રવધૂઓ, ભાણી અને જમાઈઓને ખાલી જગ્યાઓ પર નિમણૂક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવેદનપત્રમાં વર્ષ 2015 પછીની તમામ ભરતીઓમાં પણ ભ્રષ્ટાચાર થયાની આક્ષેપો ઉઠાવવામાં આવ્યા છે.

સમિતિએ વિનંતી કરી છે કે આગામી ભરતી પ્રક્રિયામાં મેરિટ આધારિત અને પારદર્શક રીતે ભરતી કરવામાં આવે. ગેરકાયદેસર ભરતીઓની પુનઃસમીક્ષા કરી કૌભાંડ સાબિત થાય તો ડિરેક્ટરોને પદ પરથી દૂર કરવાની અને વહીવટદારની નિયુક્તિ કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રની નકલો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, કલેક્ટર પાટણ અને રાજ્યના મુખ્યમંત્રીને પણ મોકલવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande