
જામનગર, 1 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર - કાલાવડ માર્ગે મોટા થાવરીયા પહેલા વાહન અકસ્માત થયો હતો.પુત્રને સ્કૂલ બસ સુધી મૂકવા જઈ રહેલા પિતા-પુત્રના બાઇકને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતાં થયેલા અકસ્માત માં બાઈક ચાલક ને ઇજા પહોંચી હતી, જ્યારે તેના પુત્રનું કરુણ મૃત્યુ થયું હતું.
જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામ માં રહેતા અશોકભાઈ વિઠ્ઠલભાઈ ચોવટીયા તા. 29 ને આશરે 6:30 વાગ્યા પહેલા પોતાના પુત્ર ઋત્વિક (16) ને સ્કુલ બસ માં જવા માટે ઠેબા ગામ પાસે મુકવા જતા હતા. ત્યારે ત્યારે પોતાના જ ગામના બસ સ્ટેન્ડ નજીક ના માર્ગે પહોંચતા અજાણ્યા વાહન ચાલકે તેમના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં બાઇકની પાછલી સીટમાં બેસેલા ઋત્વિક બાઈક માંથી ફંગોળાઈ ગયો હતો, અને માથા માં ગંભીર ઇજા થવાના કારણે તેનું મૃત્યુ થયું હતું.
જ્યારે ઋત્વિકના પિતા બાઈક ચાલક અશોકભાઈ ચોવટીયાને ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યારે અકસ્માત પછી અજાણ્યો વાહન ચાલક નાસી ગયો હતો. આ અંગે અશોકભાઈ વિઠ્ઠલભાઈ ચોવટીયા એ અજાણ્યા વાહન ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ઇનચાર્જ પો. ઈન્સ એચ.વી રાઠોડ એ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt