વ્યાજખોરે બળજબરીથી પડાવેલ મોટરસાઇકલ પોરબંદરના બગવદર પોલીસે પરત કરાવ્યું
પોરબંદર, 1 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદરના બગવદર પોલીસ સ્ટેશનમાં ગત સપ્ટેમ્બર માસમાં એક ફરિયાદીએ વ્યાજખોરે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી બળજબરીથી તેનું મોટરસાયકલ પડાવી લીધું હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી જે બાદ પોલીસે ફરિયાદ દાખલ કરી વ્યાજખોરને ઝડપી કાયદેસર
વ્યાજખોરે બળજબરીથી પડાવેલ મોટરસાઇકલ બગવદર પોલીસે પરત કરાવ્યું.


પોરબંદર, 1 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદરના બગવદર પોલીસ સ્ટેશનમાં ગત સપ્ટેમ્બર માસમાં એક ફરિયાદીએ વ્યાજખોરે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી બળજબરીથી તેનું મોટરસાયકલ પડાવી લીધું હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી જે બાદ પોલીસે ફરિયાદ દાખલ કરી વ્યાજખોરને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી અને વ્યાજખોરે બળજબરીથી પડાવેલું મોટરસાયકલ ફરિયાદીને તેરા તુજે અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત કરાવ્યું હતું.

પોરબંદરના બગવદર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદીએ એવી ફરિયાદ દાખલ કરાવી હતી કે તેણે 2019 માં પૈસાની જરૂરિયાત પડતા કટકે કટકે 18 લાખ માસિક 10% વ્યાજે લીધા હતા, જેના વ્યાજ સહીત 72 લાખથી વધુ રકમ ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોરોએ વધુ 15 લાખની માંગણી કરી હતી જે ચૂકવી ન શકતા વ્યાજખોરોએ બળજબરી પૂર્વક ફરિયાદીની ઈનોવા કાર અને સ્પેન્ડર મોટરસાયકલ પડાવી લીધું હતું. ત્યારે કોર્ટ દ્વારા મુદામાલ મૂળ ફરિયાદીને પરત કરવાનો હુકમ થતા બગવદર પોલીસ સ્ટેશન દ્વારા સસ્પેન્ડર મોટરસાયકલ તથા એક એક્ટિવા તેના મૂળ માલિકને પરત કરવામાં આવ્યું હતું. આ કામગીરી પો.સબ ઈન્સ.એ.એસ.બારા, એ.એસ.આઈએન.કે. સાદીયા, એ.એસ.આઈ એચ.એ.બોખીરીયા દ્વારા કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande