પાટણ બસ સ્ટેશનમાં 6.5 તોલા સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો ત્રણ જણની ધરપકડ
પાટણ, 1 ડિસેમ્બર (હિ.સ.) : પાટણના નવા બસ સ્ટેશન ખાતે 25 નવેમ્બર, 2025ના રોજ ભીડનો લાભ લઈ એક મહિલાના પર્સમાંથી લગભગ 6.5 તોલા સોનાના દાગીનાની ચોરી થઈ હતી, જેની કિંમત અંદાજે રૂ.6,83,160/- હતી. આ મામલે પાટણ શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય
પાટણ બસ સ્ટેશનમાં 6.5 તોલા સોનાની ચોરી નો ભેદ ઉકેલાયો ત્રણ જણ ની ધરપકડ


પાટણ બસ સ્ટેશનમાં 6.5 તોલા સોનાની ચોરી નો ભેદ ઉકેલાયો ત્રણ જણ ની ધરપકડ


પાટણ, 1 ડિસેમ્બર (હિ.સ.) : પાટણના નવા બસ સ્ટેશન ખાતે 25 નવેમ્બર, 2025ના રોજ ભીડનો લાભ લઈ એક મહિલાના પર્સમાંથી લગભગ 6.5 તોલા સોનાના દાગીનાની ચોરી થઈ હતી, જેની કિંમત અંદાજે રૂ.6,83,160/- હતી. આ મામલે પાટણ શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધાયો હતો.

એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ તપાસ ટીમો રચાઈ હતી. નેત્રમ પ્રોજેક્ટના સી.સી.ટી.વી. ફૂટેજમાં લાલ સ્વેટર અને મહેંદી કલરની સાડી પહેરેલી બે મહિલાઓ શંકાસ્પદ રીતે અંજાર જતી બસની ભીડમાં પ્રવેશતી તથા ચોરી કર્યા પછી બેચરાજી તરફ નીકળી જતી જોવા મળી હતી.

વધુ તપાસમાં જણાયું કે તેઓ મોઢેરા ગામ બસ સ્ટેશન પર ઉતરી રીક્ષા મારફતે મહેસાણા જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ગયા હતા. હ્યુમન સોર્સ, ટેકનિકલ માહિતી અને ફૂટેજના આધારે મહેસાણા શહેર કસ્બાથી લક્ષ્મીબેન કલ્યાણભાઈ દેવીપુજક, ભારતીબેન રાજેન્દ્રભાઈ દંતાણી અને કલ્યાણ કનુભાઈ દેવીપુજક ઝડપાયા હતા.

પૂછપરછમાં મહિલાઓએ પાટણ બસ ડેપોમાં કટરથી થેલીની ચેન કાપીને સોનાના દાગીના ચોર્યાની કબૂલાત કરી. પોલીસએ તેમના પાસેથી રૂ.7,50,752/-ના સોનાના દાગીના, રૂ.62,569/- રોકડ, વિદેશી ચલણી નોટો, ત્રણ મોબાઈલ ફોન, એક રીક્ષા અને એક કટર સહિત કુલ રૂ.8,64,831/-નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓને પાટણ સિટી બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે અને તપાસ ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande