
પાટણ, 1 ડિસેમ્બર (હિ.સ.) : સોમવારે સવારે આશરે આઠ વાગ્યે ઘરમોડા નજીક એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કાંકરોલી ગામના કેટલાક લોકો સરકારી કામ માટે ગાંધીનગર જઈ રહ્યા હતા, જેમાં સ્કોર્પિયો ગાડી (નં. GJ-2 CA 9139) હતી.
પ્રાથમિક માહિતી મુજબ, સ્કોર્પિયો ગાડી પસાર થતી વખતે બાજુમાં જતી ટર્બો ગાડીને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહી હતી. તે જ સમયે સામેથી એક ઇકો ગાડી આવી આવી, જેના કારણે અકસ્માત સર્જાયો. ઇકો ગાડીથી બચવા માટે સ્કોર્પિયો ચાલકે ટર્બો ગાડી તરફ વળ્યા, જેનાથી ટર્બો ગાડીના ચાલકે સ્કોર્પિયો પાછળથી જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી શક્તિશાળી હતી કે સ્કોર્પિયો ગાડી રોડની બાજુમાં ખસી ગઈ. સદનસીબે સ્કોર્પિયોમાં સવાર તમામ લોકો સલામત રહ્યા અને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. બંને પક્ષોએ પોલીસ ફરિયાદ ન કરવાની અને ભગવાનનો આભાર માનવાની નિશ્ચય કર્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ