

પોરબંદર, 1 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના મુજબ આગામી અષાઢી બીજના તહેવાર સબબ પોરબંદર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને નાગરિકો શાંતિમય વાતાવરણમાં તહેવારની ઉજવણી કરી શકે તે અંગે સુચના આપવામાં આવી હતી. જે સૂચના અન્વયે પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ ઉધોગનગર પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ વાત તમારી-ત્રણ વાત અમારી કાર્યક્રમનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ સ્થાનિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને 18 વર્ષથી નીચેની ઉમરના તેમજ લાયન્સ વગરના વ્યક્તિઓને વાહનો ચલાવવા ન દેવા માટે તેમજ વાહનો વધુ સ્પીડમાં કે રોંગસાઈડમાં વાહનો ચલાવવા નહિ તેમજ રહેણાંક વિસ્તારમાં કોઈ આવારા તત્વો દ્વારા હેરાનગતી થતી હોય તો તાત્કાલીક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા તેમજ વ્યાજ ખોરીના દુસણથી દુર રહેવા અને જો કોઈ વ્યાજની ઉઘરાણી કરતુ જણાય તો પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા સમજ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya