
જામનગર, 1 ડિસેમ્બર (હિ.સ.) : છોટીકાશી જામનગરમાં આજે ગીતાજંયતિની ઉજવણી પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ટાઉનહોલમાં જ્ઞાન, આઘ્યાત્મિકતા અને સંસ્કૃતનિા ગીતા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરની જુદી-જુદી શાળાના વિધાર્થીઓ સહભાગી થયા હતાં.
પરંતુ ટાઉનહોલના પ્રવેશદ્વારે સવારે ભૂગર્ભ ગટર છલકાતા ગંદાપાણીની રેલમછેલ થઇ હતી. આથી વિધાર્થીઓને ગટરના ગંદા પાણીમાંથી પસાર થઇ ગીતા જંયતિ મહોત્સવમાં જવાની ફરજ પડતા ભારે રોષ સાથે ધાર્મિક લાગણી દુભાઇ હતી.
નવાઇની વાત તો એ છે કે, ટાઉનહોલના નવીનીકરણ પાછળ અધધ..રૂ.7 કરોડનો જંગી ખર્ચ કરાયો છેેે. આમ છતાં ટાઉનહોલના પ્રવેશદ્વારે ગટરના પાણી રેલમછેલથી મહોત્સવમાં આવનાર વિધાર્થીઓનું ગંદા પાણીથી સ્વાગત થતા મનપાની ઘોર બેદરકારી અને કરોડોના ખર્ચ પર પાણી ઢોળની સાથે આ મુદો શહેરભરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છેે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt