સિદ્ધપુર સહિતના વિસ્તારોમાં યાત્રા વિવિધ રૂટ પર નિકળી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્રેક્ટર ચલાવ્યું, દારૂબંધીના કડક અમલની માગ કરી
-સિદ્ધપુરમાં સોમવારે જનાક્રોશ યાત્રાનું ભવ્ય આગમન સાથે સ્વાગત કરાયુ -બપોરે કાકોશી ગામે કોંગ્રેસના આગેવાનો સભા સંબોધી પાટણ, 1 ડિસેમ્બર (હિ.સ.) રાજ્યમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત જનાક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે હાલમાં રાજ્યમાં વિ
સિદ્ધપુર સહિતના વિસ્તારોમાં યાત્રા વિવિધ રૂટ પર નિકળી  પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્રેક્ટર ચલાવ્યું, દારૂબંધીના કડક અમલની માગ કરી


સિદ્ધપુર સહિતના વિસ્તારોમાં યાત્રા વિવિધ રૂટ પર નિકળી  પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્રેક્ટર ચલાવ્યું, દારૂબંધીના કડક અમલની માગ કરી


સિદ્ધપુર સહિતના વિસ્તારોમાં યાત્રા વિવિધ રૂટ પર નિકળી  પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્રેક્ટર ચલાવ્યું, દારૂબંધીના કડક અમલની માગ કરી


-સિદ્ધપુરમાં સોમવારે જનાક્રોશ યાત્રાનું ભવ્ય આગમન સાથે સ્વાગત કરાયુ

-બપોરે કાકોશી ગામે કોંગ્રેસના આગેવાનો સભા સંબોધી

પાટણ, 1 ડિસેમ્બર (હિ.સ.) રાજ્યમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત જનાક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે હાલમાં રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં ફરી રહી છે અને સભાઓ ગજવી રહી છે જે સોમવારે સિદ્ધપુર ખાતે પણ જનાક્રોશ યાત્રાનું આગમન થયુ હતુ અને સિદ્ધપુર સહિતના વિસ્તારોમાં વિવિધ રૂટ પર ફરી હતી

કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત જનાક્રોશ યાત્રાનું બનાસકાંઠાના ઢીમા ખાતેથી પ્રસ્થાન થયું હતું જે બનાસકાંઠામાં ફર્યા બાદ હવે પાટણ જિલ્લામાં સોમવારે પ્રવેશ કરવા કરી જે સોમવારે વહેલી સવારે બીલીયા ગામે પહોંચી જ્યાં સ્વાગત કરાયા સરસ્વતી નદી ઘાટે પારસ પીપળી ગોગા મહારાજ ના દર્શન કર્યા બાદ એલ.એસ. હાઈસ્કૂલ સ્વાગત કર્યા બાદ માતૃગયા તિર્થ બિંદુ સરોવર પહોંચી જ્યાં દર્શન કરી ત્યારબાદ દેથળી ચાર રસ્તા,ગાગલાસણ બસ સ્ટેશન રોડ,ઉમરૂ ચાર રસ્તાથી કાકોશી ગામે પહોંચી જ્યાં મુખ્ય બજારમાં સભાનું આયોજન કરાયું હતુ ત્યાંથી મેત્રાણા ગામે ચાચરેટ દાદાના મંદિરે દર્શન કરી લવારા બસ સ્ટેશન રોડ પરથી નિદ્રોડા બસ સ્ટેશન રોડ પર સ્વાગત કરાયુ જ્યાંથી વડું ત્રણ રસ્તા અને છેલ્લે ચારૂપ ગામે સિકોતર માતાજીના દર્શન કરી યાત્રાનું સ્વાગત કરાયુ હતુ. યાત્રામાં કોંગ્રેસ પક્ષના અમિત ચાવડા, જીજ્ઞેશ મેવાણી,ડો.કીરીટ પટેલ, પુર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જગદીશ ઠાકોર,સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત કોંગ્રેસ પક્ષના અમિત ચાવડા, કેન્દ્રીય પ્રવક્તા પવન ખેડા, વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને સુભાષિની યાદવ સહિતના અગ્રણી નેતાઓએ સભાને સંબોધી હતી.

જગત નો તાત ખેડુત એના દેવા માફ થવા થવા જોઈએ-જીગ્નેશ મેવાણી

સભામાં મહિલાઓએ દારૂબંધીના કડક અમલની માંગ કરી હતી. તેમણે દારૂના વેચાણ માટે હપ્તા લેતા પોલીસકર્મીઓ તેમજ સરકારમાં બેઠેલા લોકો સામે કડક કાર્યવાહીની અપીલ કરી. મહિલાઓએ જણાવ્યું કે ગામડે-ગામડે પીવાનું પાણી નથી પહોંચતું, પરંતુ દારૂની રેલમછેલ છે, જેના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને અનેક યુવાનોના મોત થયા છે.ખેડૂતોએ કમોસમી વરસાદને કારણે થયેલા મોટા નુકસાન અને આર્થિક પાયમાલી અંગે રજૂઆત કરી. તેમણે સંપૂર્ણ દેવા માફ કરવાની માંગ કરી હતી. યાત્રા દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ લોકોને ન્યાય, નીતિ અને સત્યના માર્ગ પર ચાલવા માટે અપીલ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande