અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શ્રીરામ મેટલ કંપનીમાં યુવાને કર્યો આપઘાત
- છાપરાની છતના પાઈપ સાથે ગળે ફાંસો લગાવી કર્યો આપઘાત ભરૂચ, 1 ડિસેમ્બર (હિ.સ.) : અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી શ્રીરામ મેટલ કંપનીમાં દિલાસાદ અલી નામના યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. તેણે કંપનીમાં એક છાપરાની છત ઉપર કપડાં બાંધી ગળે ફા
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શ્રીરામ મેટલ કંપનીમાં યુવાને કર્યો આપઘાત

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શ્રીરામ મેટલ કંપનીમાં યુવાને કર્યો આપઘાત

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શ્રીરામ મેટલ કંપનીમાં યુવાને કર્યો આપઘાત

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શ્રીરામ મેટલ કંપનીમાં યુવાને કર્યો આપઘાત

- છાપરાની છતના પાઈપ સાથે ગળે ફાંસો લગાવી કર્યો આપઘાત

ભરૂચ, 1 ડિસેમ્બર (હિ.સ.) : અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી શ્રીરામ મેટલ કંપનીમાં દિલાસાદ અલી નામના યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. તેણે કંપનીમાં એક છાપરાની છત ઉપર કપડાં બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. જીવન ટૂંકાવવા પાછળ તેનું રહસ્ય હજુ જાણી શકાયું નથી.

યુવાને કંપનીમાં છતની એંગલ સાથે ગળેફાંસો લગાવી આપઘાત કર્યો અન્ય કામદારોને આ અંગે જાણ થતાં તેમણે તાત્કાલિક કંપની સત્તાધીશોને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસનો કાફલો સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.

યુવાને અંતિમ પગલું શા માટે ભર્યું તે અંગેનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસે યુવાનના આપઘાત પાછળના કારણો શોધવા માટે વધુ તપાસ હાથ ધરી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ

 rajesh pande