જામનગર જિલ્લાના મોટા પાંચદેવડા ગામમાં ખેડૂતની વાડીમાં ધાડપાડુ ગેંગ ત્રાટકી
જામનગર, 1 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના મોટા પાંચદેવડા ગામમાં વાડી વિસ્તારમાં મોડી રાત્રે ધાડ પાડવા માટે એક ધાડપાડુ ગેંગ ત્રાટકી હતી, અને એક વૃદ્ધ ખેડૂત દંપત્તિની વાડીમાં ઘૂસી જઇ વૃદ્ધ દંપતિ ઉપર હુમલો કરી દઈ ઘાયલ કરી દીધા હતા અને વૃદ્ધ મહિલાના
ચોરી


જામનગર, 1 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના મોટા પાંચદેવડા ગામમાં વાડી વિસ્તારમાં મોડી રાત્રે ધાડ પાડવા માટે એક ધાડપાડુ ગેંગ ત્રાટકી હતી, અને એક વૃદ્ધ ખેડૂત દંપત્તિની વાડીમાં ઘૂસી જઇ વૃદ્ધ દંપતિ ઉપર હુમલો કરી દઈ ઘાયલ કરી દીધા હતા અને વૃદ્ધ મહિલાના કાનમાંથી તેમજ ઘરમાં પડેલા રૂપિયા 65000 ની કિંમતના સોનાના ઘરેણા ની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત ખેડુત દંપતિ હાલ સારવાર હેઠળ છે, જયારે પોલીસે ચાર લૂંટારૂ -ધાડપાડુ ગેંગ સામે ગુનો નોંધ્યો છે, જેની શોધખોળ ચલાવાઇ રહી છે.

મળતી માહિતી મુજબ, મોટા પાંચદેવડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા વિરાંગભાઈ ભીખાભાઈ અજુડીયા નામના ખેડૂત યુવાને પોતાના વૃદ્ધ દાદા દાદી ઉપર હુમલો કરી દઈ પોતાના ઘરમાંથી રૂ.65 હજારની કિંમતના સોનાના ઘરેણાની લૂંટ ચલાવવા અંગે ચાર અજાણ્યા લૂંટ ધાડપાડુઓ સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.જી. પનારા અને તેઓની સમગ્ર ટીમ મોડી રાત્રે દોડતી થઈ હતી, અને ધાડપાડુ ગેંગ ને ઝડપી લેવા માટે કવાયત કરી હતી. પરંતુ હજુ સુધી તેઓનો કોઈ પત્તો સાંપડ્યો નથી, જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વિરમભાઈના વૃદ્ધ દાદા કાબાભાઈ તેમજ દાદી હિરૂબેન, કે જેઓ તા. 30 ના રાત્રે વાડીમાં સુતા હતા. દરમિયાન મોડી રાત્રે 4 લૂંટારૂ શખ્સો તેઓની વાડીમાં ત્રાટક્યા હતા, અને બુઝુર્ગ દંપત્તિ પર હુમલો કરી દઈ ઇજાગ્રસ્ત બનાવ્યા હતા.

જેમાં હીરૂબેનના કાનમાં પહેરેલા બે તોલા સોનાના કાપ ઉપરાંત ઘરમાં પડેલી ચાંદીની વીંટી તથા બંગડી સહિત કુલ 65 હજાર રૂપિયાના ઘરેણાંની લૂંટ ચલાવી હતી, અને ઘરનો માલ સામાન વેર વિખેર કરી લૂંટારુઓ ભાગી છૂટ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande