કોર્ટ દ્રારા બજવણી અર્થે આપેલ પકડ વોરંટના આરોપીને, પકડી પાડતી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ 11 ડિસેમ્બર (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી ઉના વિભાગ ઉના નાઓએ સજા વોરંટ/પકડ વોરંટના અરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કર
કોર્ટ દ્રારા બજવણી અર્થે આપેલ પકડ વોરંટના આરોપીને, પકડી પાડતી ગીર સોમનાથ પોલીસ


ગીર સોમનાથ 11 ડિસેમ્બર (હિ.સ.)

જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી ઉના વિભાગ ઉના નાઓએ સજા વોરંટ/પકડ વોરંટના અરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સખત સુચના કરેલ હોય

જે અનુસંધાને ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એન.એ.વાધેલા ગીરગઢડા પોલીસ સ્ટેશન નાઓની રાહબરી હેઠળ નામદાર કોર્ટ દ્વાર ઈસ્યુ થયેલ પકડ વોરંટની અમલવારી કરવા સખત સુચના આપેલ હોય અને નામદાર ગીરગઢડા કોર્ટના કેસ નં.૪૩૫/૨૦૨૫ Negotiable Instruments Act-૧૩૮ મુજબના નીચે જણાવેલ આરોપીનું અવાર-નવાર પકડ વોરંટ ઇસ્યુ કરવા છતાં નામદાર કોર્ટ ગીરગઢડા ખાતે મુદત તારીખે આરોપી હાજર રહેતાં ન હોય જેથી પકડ વોરંટની સમય મર્યાદા બજવણી કરવા સારૂ આ કામના આરોપીને વડવીયાળા ગામેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીના નામ/સરનામા :-

(૧) ભરતભાઈ કરશનભાઈ રામ, ઉ.વ.૨૭, રહે.વડવીયાળા ગામ, તા.ગીરગઢડા જિ.ગીર સોમનાથ

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande